ઘણીવાર લોટ વધારે બંધાઈ જાય તો તેને તાજો રાખવા માટે તેને આપણે ફ્રિજમાં મુકતા હોઈએ છે. પરંતુ ફ્રિજમાં પણ તે સખત અને કાળો પડી જાય છે, આવામાં તમે કેટલીક ટ્રીક્સ અપનાવી શકો છો. આ સરળ ટ્રીક્સ અપનાવીને તમે લોટને બગડતા અને સખત થતા બચાવી શકો છો.
જ્યારે પણ ફ્રીજમાં લોટ રાખો ત્યારે તેને એર ટાઇટ કન્ટેનરમાં રાખો, ખૂલ્લા વાસણમાં રાખવાથી તે કાળો અને સખત થઈ જાય છે
લોટ બાંધવા માટે હૂંફાળા પાણીનો ઉપયોગ કરો, આનાથી લોટ નરમ બને છે અને રોટલી પણ સારી શેકાય છે.
ગૂંથેલા લોટમાં એક ચપટી મીઠું નાખો. મીઠું કુદરતી પ્રિઝર્વેટિવ તરીકે કામ કરે છે જે લોટને આખો દિવસ ફ્રેશ રાખશે અને લાંબા સમય સુધી બગડશે નહીં આનાથી રોટલી પણ નરમ બનશે
લોટ બાંધ્યા પછી તેના પર થોડું તેલ અથવા ઘી લગાવો. આમ કરવાથી લોટ ઝડપથી સુકાશે નહીં અને કાળો પણ નહીં થાય
લોટ બાંધ્યા પછી તેના પર થોડું તેલ અથવા ઘી લગાવો. આમ કરવાથી લોટ ઝડપથી સુકાશે નહીં અને કાળો પણ નહીં થાય