કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં બૉલિવૂડ એક્ટ્રેસે વિખેર્યો જલવો


By Sanket M Parekh2023-05-19, 15:21 ISTgujaratijagran.com

એશ્વર્યા રાય બચ્ચન

એશ્વર્યા રાય બચ્ચન કાનમાં સિલ્વર ગાઉનમાં જોવા મળી રહી છે. એશ્વર્યાનો આ ડ્રેસ મૈસોન વેલેન્ટિનોના કસ્ટમનો માસ્ટર પીસ છે.

સારા અલી ખાન

જાણીતા ડિઝાઈનર અબુ જાની-સંદીપ ખોસલા દ્વારા ડિઝાઈન કરવામાં આવેલ લહેંગા સ્ટાઈલમાં સારાએ કાનમાં ડેબ્યૂ કર્યું છે. સિમ્પલ મેકઅપની સાથે આ લુકમાં એક્ટ્રેસ શાનદાર લાગી રહી છે.

ઉર્વશી રૌતેલા

પિન્ક ઑફ શૉલ્ડર ફેધર ગાઉનમાં ઉર્વશી રૌતેલા અપ્સરા જેવી લાગી રહી છે. રેડ કાર્પેટના આ લુકને જોઈને ફેન્સ ફિદા થઈ રહ્યાં છે.

ઈશા ગુપ્તા

લાઈટ પિન્ક થાઈ સ્લિટ ગાઉનમાં ઈશા ગુપ્તા સુંદર લાગી રહી છે. OTT કૉલર અને ગળામાં ફૂલો વાળો લેસ સ્ટાઈલ આ ગાઉનની શોભા વધારતો જોવા મળી રહ્યો છે.

માનુષી છિલ્લર

વ્હાઈટ કલરના હાઈ સ્લીટ ગાઉનની સાથે પૂર્વ મિસ વર્લ્ડ માનુષી છિલ્લરે કાન્સમાં ડેબ્યૂ કર્યું છે. આ સ્ટાઈલમાં માનુષી કોઈ સિન્ડ્રેલા જેવી લાગી રહી છે.

મૃણાલ ઠાકુર

'સીતારામમ' ફેમ મૃણાલ ઠાકુરે આ વર્ષે કાન ફિલ્મ ફેસ્ટિવલમાં ડેબ્યૂ કર્યું છે. ફ્યૂઝન લુકમાં મૃણાલ ઠાકુરની કાતિલ અદા જોવા લાયક છે.

બર્ગર કિંગ ફ્રેન્ચાઈઝરની દોડમાં જુબિલેન્ટ અને એડવેન્ટ ઈન્ટરનેશનલ