આ છે ભારતના ટોપ 5 સૌથી ધનિક મંદિરો


By Smith Taral17, Feb 2024 04:06 PMgujaratijagran.com

ભારત મંદિરોની ભૂમિ છે અને અહીંના લોકો તેમના ધર્મ પ્રત્યે ખૂબ જ લાગણીશિલ છે અને તેમાં કેટલાક લોકો મંદિરોને મોટી રકમનું દાન કરીને તેમની ભક્તિ દર્શાવતા હોય છે. કેટલાક ભારતીય મંદિરોમાં અબજોપતિઓ કરતાં પણ વધુ પૈસા અને સંપત્તિ છે. તો ચાલો જાણીએ ભારતના ટોચના 5 સૌથી ધનિક મંદિરો કયા છે.

પદ્મનાભસ્વામી મંદિર - 1 લાખ કરોડ રૂપિયા

આ મંદિર કેરળના પ્રાચીન મંદિરોમાંનું એક છે. પદ્મનાભસ્વામી મંદિરના અંદરના પરિસરમાં સંપત્તિ સંતાડેલી છે જે અંત્યત ઊંચી માત્રામાં છે જે તેને વિશ્વનું સૌથી ધનિક મંદિર બનાવે છે. 2011 માં જ્યારે આ ઇમારતના ગુપ્ત ભોંયરાઓમાંથી મોટી પ્રમાણમાં સોનું મળી આવ્યું ત્યારે તેને વિશ્વના સૌથી ધનાઢ્ય પૂજા સ્થળ તરીકે દુનીયામાં માન્યતા પ્રાપ્ત થઈ હતી

તિરુમાલા તિરુપતિ વેંકટેશ્વર મંદિર - 650 કરોડ રૂપિયા

આ મંદિરમાં ભગવાન વેંકટેશ્વરની મૂર્તિ સ્થાપિત છે, દક્ષિણ ભારતીયો તેને ખૂબ પવિત્ર માને છે. દંતકથા અનુસાર, આ મંદિરમાં પવિત્ર દેવતાની મુર્તિ 1000 કિલો સોનાથી બનેલી છે. આ મંદિરને ભારત અને વિશ્વનું બીજું સૌથી ધનિક મંદિર માનવામાં આવે છે.

શિરડીમાં સાઈ બાબા મંદિર - 320 કરોડ રૂપિયા

આ ભારતનું ત્રીજું સૌથી ધનાઢ્ય મંદિર છે અને એટલુજ નહીં તે સમગ્ર વિશ્વમાં સૌથી વધુ મુલાકાત લેવાયેલા તીર્થધામોમાંનું એક છે. શિરડીમાં સાઈ બાબાનું મંદિર ચાંદી અને સોનાના આભૂષણોથી ભરપુર છે

સુવર્ણ મંદિર - 500 કરોડ રૂપિયા

સુવર્ણ મંદિર મોટા ભાગે સોનાનું બનેલું છે જે રાત્રિ દરમિયાન સોનેરી પ્રકાશ સાથે ઝળહળી ઉઠે છે. આ પંજાબમાં સૌથી વધુ મુલાકાત લેવાયેલ તીર્થધામોમાંનું એક છે. ત્યાનાં લોકોનું કહેવું છે કે આ મંદિર, પ્રાચીન સોના અને હીરાના દાગીનાથી ભરેલું છે.

જગન્નાથ મંદિર પુરી - 150 કરોડ રૂપિયા

જગન્નાથ મંદિર ઓડિશામાં આવેલ એક ખૂબ પ્રખ્યાત હિંદુ મંદિર છે, જે ભગવાન વિષ્ણુને સમર્પિત છે. આ મંદિરની મુલાકાત લેવા માટે દુનિયાભરથી લોકો આવે છે.

આ છે અમદાવાદનાં 7 સૌથી લોકપ્રિય હિન્દુ મંદિરો