અમદાવાદ તેના સ્થાપત્ય અને મંદિરો માટે જાણીતું લોકપ્રિય શહેર છે, જે દેશ અને વિશ્વના ભક્તોને આકર્ષે છે. સાબરમતી નદીના કિનારે આવેલા આ શહેરમાં ઘણા રાજવંશોએ શાસન કર્યુ અને અને ઘણા સ્થાપત્યો અને મંદિરા બનાવ્યા. તો ચાલો જાણીએ અમદાવાદનાં લોકપ્રીય હિન્દુ મંદિરો વિશે.
અમદાવાદની નજીકનું આવેલું આ એક ઐતિહાસિક અને પ્રાચીન શિવ મંદિર છે, તેની સાથે પાંડવો અને ભગવાન ઇન્દ્ર સહિત અનેક કથાઓ જોડાયલી છે. આ મંદિર ધોળેશ્વર મહાદેવ રોડ, રાંદેસણ, ગાંધીનગરમાં આવેલુ છે. મંદિરનો સમય છે સવારે 8 થી 12 વાગ્યા સુધી અને 4 PM થી 9 PM.
સિદ્ધિવિનાયક મંદિર અમદાવાદથી લગભગ 30 કિમી દૂર ગુજરાતના મહેમદાવાદ શહેરમાં આવેલું છે જે ભગવાન ગણેશને સમર્પિત છે. ભગવાન ગણેશના સ્વરૂપમાં બનેલ આ મંદિરની રચના ખૂબ જ અનોખી છે અને તે અમદાવાદનું સૌથી લોકપ્રિય અને આકર્ષક પર્યટન સ્થળ છે. મંદિરનો સમય: સવારે 6 થી 10.
અક્ષરધામ મંદિર ભગવાન સ્વામીનાથનના જીવનના ફિલસૂફી અને વિચારોને સમર્પિત છે. આ મંદિરમાં તમને ભગવાન સ્વામીનાથનની સોનાનો ઢોળ ચડાવેલી સાત ફૂટ ઊંચાઈની પ્રતિમા જોવા મળશે. આ મંદિર જ રોડ, સેક્ટર 20, ગાંધીનગરમા આવેલું છે, અને તેનો સમય છે સવારે 9:30 થી સાંજે 6:45 સુધી.
આ મંદિર તેની પૂજા અને વાઈબ્રન્ટ તહેવારો માટે જાણીતું છે, અને તે આખું વર્ષ ખુલ્લું રહે છે. આ મંદિર તમામ સુવિધાઓ મળી રહે છે જેથી મંદિરની મુલાકાતનો આનંદ માણી શકાય છે. આ મંદિર સરદાર પટેલ રીંગ રોડ, ભાડજ પાસે આવેલું છે. મંદિરનો સમય: સવારે 4:30-1:00 PM, 3:45-8:30 PM.
શ્રી સ્વામિનારાયણ મંદિર, કાલુપુર એ સ્વામિનારાયણનું પ્રથમ મંદિર છે તેમજ અમદાવાદનું સૌથી જૂનું મંદિર જેનું બાંધકામ 1822માં કરવામાં આવ્યું હતું. સ્થળ: શાહબાગ રોડ, જૈન કોલોની, શાહીબાગ, અમદાવાદ, મંદિરનો સમય: સવારે 6 થી સાંજે 7.
મંદિરનું ઈન્ટીરીયર ભવ્યાતિભવ્ય છે જે તમને મંત્રમુગ્ધ બનાવી દેશે, વધુમાં, તેમાં રાધા અને કૃષ્ણની સૌંદર્યલક્ષી મૂર્તિઓ છે. ત્યાંની દુકાનોમાંથી તમે યાદગીરી રુપે વસ્તુઓ પણ ખરીદી શકો છો. આ મંદિર સેટેલાઇટ રોડ, સરખેજ-ગાંધીનગર હાઇવે પર સ્થિત છે. સમય: 6 AM - 8 PM.
આ મંદિર જૈન ભક્તો માટે એક પવિત્ર સ્થળ છે,અને તે સંપૂર્ણપણે સફેદ માર્બલથી બનેલું છે. મંદિરના અંદરના ભાગમાં સુંદર હાથની કોતરણી જાવા મળે છે. મહાવીર જયંતિનો તહેવાર આ મંદિરની મુલાકાત લેવાનો શ્રેષ્ઠ સમય છે. આ મંદીર સ્વામિનારાયણ મંદિર રોડ, કાલુપુરમાં આવેલું છે, સમય છે સવારે 6 થી સાંજે 7 વાગ્યા સુધીનો.