ભારતીય વિદેશી ભંડોળ 27 ઓક્ટોબરના રોજ પૂરા થયેલા સપ્તાહમાં 2.6 અબજ ડોલર વધીને એક મહિનાની ઊંચી સપાટી 586.11 અબજ ડોલરની ઊંચી સપાટીએ પહોંચ્યું છે.
ભારતીય રિઝર્વ બેન્ક તરફથી શુક્રવારે આપવામાં આવેલી માહિતી પ્રમાણે દેશનું વિદેશી ભંડોળમાં 2.4 અબજ ડોલરનો ઘટાડો થયો હતો.
ઓક્ટોબર,2021માં દેશનું વિદેશી ભંડોળ 645 અબજ ડોલરની સર્વોચ્ચ સપાટી પર પહોંચી ગયું હતું. વૈશ્વિક ઘટનાક્રમ વચ્ચે રૂપિયા પર સર્જાયેલ દબાણને ઓછું કરવા ભંડોળનો ઉપયોગ કરવામાં આવેલ.
અત્રે ઉલ્લેખનીય છે કે રૂપિયાનું મૂલ્ય શુક્રવારે 83.27 રહ્યું હતું. જે બુધવારે વિક્રમજનક 83.2950 પર હતું.