ભારતનું વિદેશી મુદ્રા ભંડોળ ગગડીને 590 અબજ ડોલર થયું


By Nileshkumar Zinzuwadiya18, Nov 2023 04:21 PMgujaratijagran.com

10મી નવેમ્બરે પૂરા થયેલા સપ્તાહમાં

ભારતીય રિઝર્વ બેન્કની છેલ્લામાં છેલ્લી માહિતી પ્રમાણે 10મી નવેમ્બરના રોજ પૂરા થયેલા સપ્તાહમાં ભારતનું વિદેશી ભંડોળ 462 મિલિયન ડોલર ઘટીને 590 અબજ ડોલર થયું છે.

સોનાનો ભંડાર

આ અવધિમાં સોનાના ભંડારમાં 608 મિલિયન ડોલરનો ઘટાડો થયો છે, જેને પગલે વિદેશી ભંડારમાં ઘટાડો જોવા મળ્યો છે.

વિદેશી અસ્કયામતો

બીજી બાજુ ગત સપ્તાહમાં વિદેશી અસ્કયામતોમાં 108 મિલિયન ડોલરની વૃદ્ધિ થઈ છે. 3 નવેમ્બરના રોજ પૂરા થયેલા સપ્તાહમાં કુલ વિદેશી મુદ્રા ભંડોળ 591 અબજ ડોલર હતું.

SDR 36 મિલિયન ડોલર વધી

સોનાના ભંડારનું મૂલ્ય 608 મિલિયન ડોલર ઘટીને 45.515 બિલિયન ડોલર રહ્યું છે.SDR 36 મિલિયન ડોલર વધી 18.011 બિલિયન ડોલર રહ્યું છે.

6-7 વર્ષમાં 200 અબજ ડોલર પહોચશે ઈ-કોમર્સની નિકાસ