RBI તરફથી આપવામાં આવેલી માહિતી પ્રમાણે ઓક્ટોબર 2021માં દેશનું વિદેશી હૂંડિયામણ 645 અબજ ડોલરની અત્યાર સુધીની સૌથી ઊંચી સપાટી પર હતું.
28મી જુલાઈના રોજ પૂરા થયેલા સપ્તાહમાં ભારતની વિદેશી મુદ્રા સંપત્તિ 2.416 અબજ ડોલર ઘટ્યું છે અને તે 535.337 અબજ ડોલર થઈ છે.
અત્યારે ચીન 3.38 ટ્રિલિયન ડોલર સાથે મોખરાના સ્થાને છે, ત્યારબાદ જાપાન 1.24 ટ્રિલિયન ડોલર, સ્વિત્ઝર્લેન્ડ 898.5 અબજ ડોલર તથા ભારત 603.87 અબજ ડોલર સાથે ચોથા ક્રમે છે.
ભારત પાસે ગોલ્ડ રિઝર્વનું મૂલ્ય પણ 710 મિલિયન ડોલર ગગડીને 44.904 બિલિયન ડોલર થઈ ગયું છે. જોકે IMF પાસે રિઝર્વ પોઝીશન 11 મિલિયન ડોલર ઘટી 5.185 અબજ ડોલરના લેવલ પર રહી છે.