ચાલુ નાણાકીય વર્ષમાં 6.4 ટકા રહેશે ભારતનો આર્થિક વૃદ્ધિ દર


By Nileshkumar Zinzuwadiya19, Jul 2023 11:40 PMgujaratijagran.com

એશિયાઈ વિકાસ બેંક

એશિયાઈ વિકાસ બેંકે ચાલુ નાણાકીય વર્ષ માટે ભારતનો આર્થિક વિકાસ દરને લગતો અંદાજ 6.4 ટકા તથા આગામી નાણાકીય વર્ષમાં 6.7 ટકા રાખ્યો છે.

ઈંધણ અને ખાદ્ય ચીજવસ્તુ

ADBના અંદાજ પ્રમાણે ઈંધણ અને ખાદ્ય ચીજવસ્તુની કિંમત ઘટવાને લીધે મોંઘવારીનો દર ઘટવાનું વલણ ધરાવશે. વૈશ્વિક મહામારી અગાઉના સ્તરે પહોંચી જશે.

7.2 ટકાની વૃદ્ધિ

ભારતીય અર્થતંત્રએ માર્ચ,2023ના અંતે નાણાકીય વર્ષ 2022-23માં 7.2 ટકા વૃદ્ધિ દર્શાવી હતી.

ફુગાવાની સ્થિતિ

ADBના મુખ્ય અર્થશાસ્ત્રી અલ્બર્ટ પાર્કે કહ્યું કે એપ્રિલમાં ફુગાવાની સ્થિતિ અને ઓઈલની ઊંચી કિંમતોને લીધે ચાલુ નાણાકીય વર્ષમાં ભારતનો વૃદ્ધિ દર 6.4 ટકા રહેશે.

કેશબેક ક્રેડિટ કાર્ડ શું છે? કેવા લાભો મળે છે