ભારત વૈશ્વિક અર્થતંત્રની વૃદ્ધિનું નવું એન્જીન બનવા તૈયાર


By Nileshkumar Zinzuwadiya06, Oct 2023 06:01 PMgujaratijagran.com

રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા

રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ વર્તમાન નાણાકીય વરષમાં દેશમાં GDP વૃદ્ધિનો અંદાજ 6.5 ટકા યથાવત રાખ્યો છે.RBIના વડા શક્તિકાંત દાસના મતે ભારત વિશ્વનું વૃદ્ધિનું એન્જીન બનવા તૈયાર છે

દ્વિમાસિક નાણાં નીતિ

RBIએ દ્વિમાસિક નાણાં નીતિ રજૂ કરતાં કહ્યું કે વૈશ્વિક અર્થતંત્રની ધીમી ઝડપ વચ્ચે ઘરેલુ અર્થતંત્ર મજબૂત માંગ હોવાથી સારી ક્ષમતા દેખાડી રહ્યું છે.

કૌટિલ્યના મહાન ગ્રંથ અર્થશાસ્ત્ર

કૌટિલ્યના મહાન ગ્રંથ અર્થશાસ્ત્રને ટાંકીને કહ્યું કે દેશની પ્રગતિ માટે વૃહદ-આર્થિક સ્થિરતા અને સમાવેશી વિકાસ પાયાગત તત્વ છે. આર્થિક અને નાણાકીય સ્થિરતાને મજબૂતી આપી છે.

વૈશ્વિક રુઝાનો

વૈશ્વિક રુઝાનોથી વિપરીત ઘરેલુ આર્થિક પ્રવૃત્તિઓને દર્શાવે છે, જે મજબૂત ઘરેલુ માંગથી આવે છે. ભારત વિશ્વની વૃદ્ધિનું નવું એન્જીન બનવા માટે તૈયાર છે. વર્તમાન નાણાકીય વર્ષમાં 6.5 ટકા વૃદ્ધિનો અંદાજ છે.

મોંઘા મકાનોની માંગ પ્રથમ વખત સસ્તા મકાનો કરતા વધારે નોંધાઈ