દેશમાં મોંઘા મકાનોની માંગ પ્રથમ વખત સસ્તા મકાનોની માંગ વધારે જોવા મળી છે.વર્ષ 2023ની જુલાઈ-સપ્ટેમ્બર ત્રિમાસિક ગાળામાં એક કરોડથી વધારે કિંમતવાળા મકાનોની માંગ વધારે રહી છે.
એક અહેવાલ પ્રમાણે સમીક્ષા હેઠળની અવધિમાં મકાનોનું વેચાણ 6 વર્ષની ઊંચી સપાટીએ પહોંચી ગયું છે. આ ત્રિમાસિક ગાળામાં 82,612 મકાનનું વેચાણ થયું છે, જે ગત વર્ષની સમાન અવધિ કરતા 12 ટકા વધારે છે.
ગયા વર્ષે સમાન અવધિમાં 73,619 મકાનોની માંગ રહી હતી. બીજી બાજુ ઓફિસોની માંગ પણ 17 ટકા વધીને 161 લાખ વર્ગ ફૂટ રહ્યું છે.
સૌથી વધારે પ્રમાણમાં વેચાણ 50 લાખથી એક કરોડની કિંમતના મકાનોમાં થયું છે. આ કિંમતના મકાનોમાં 29,827 મકાનોનું વેચાણ થયું છે.
આ સાથે આ મકાનોની કુલ મકાન વેચાણમાં હિસ્સેદારી 36 ટકા રહી હતી. 35 ટકા હિસ્સેદારી સાથે એક કરોડથી વધારે કિંમત ધરાવતા મકાનો બીજા ક્રમે રહ્યા છે.