ભારત કેમિકલ્સ, શિપિંગ કન્ટેનર અને વેક્સિન ઈનપુટ સહિત 6 નવા સેક્ટરમાં સ્થાનિક રોકાણને વધારવા આશરે 18 હજાર કરોડ સુધી પ્રોત્સાહનની યોજના ઘરાવે છે.
મીડિયા અહેવાલો પ્રમાણે આ પ્રસ્તાવ વર્ષ 2020માં શરૂ કરવામાં આવેલ દેશના 1 લાખ 97 હજાર કરોડનું ઉત્પાદન-લિંક્ડ પ્રોત્સાહન યોજનાનો ભાગ છે.
સ્કીમ અંતર્ગત લિમિટેડ પેમેન્ટથી મોટી બચત થઈ શકે છે, જેને નવા સેક્ટરમાં પુનઃનિર્દેશિત કરી શકાય છે. ચામડા, રમકડાં તથા જૂતા અને સાયકલનો સમાવેશ થાય છે.
માર્ચમાં પૂરા થયેલા નાણાકીય વર્ષમાં આશરે 2 હજાર 900 કરોડના કુલ પ્રોત્સાહનની ચુકવણી કરવામાં આવી.