ભારત બન્યું 4 ટ્રિલિયન ડોલરનું અર્થતંત્ર, દેશ GDPની બાબતમાં ચોથા ક્રમાંકે


By Nileshkumar Zinzuwadiya19, Nov 2023 03:59 PMgujaratijagran.com

4 ટ્રિલિયન ડોલર

ભારત 4 ટ્રિલિયન ડોલરનું અર્થતંત્ર ધરાવતો દેશ બની ગયો છે. GDPની બાબતમાં વૈશ્વિક સ્તર પર ભારત ટોચના ચાર દેશમાં સામેલ થઈ ગયું છે. આ પ્રથમ વખત છે કે જ્યારે ભારત આ મુકામ પર પહોંચ્યું છે.

5 ટ્રિલિયન ડોલરની દિશામાં

આ સાથે જ ભારત 5 ટ્રિલિયન ડોલરનઅર્થતંત્ર ધરાવતો દેશ બનવાના લક્ષ્યાંકની દિશામાં ખૂબ જ મહત્વનું પગલું માનવામાં આવે છે.

GDPની બાબતમાં

ઈકોનોમિકના અહેવાલ પ્રમાણે ભારતનો GDP 4 ટ્રિલિયન ડોલરથી વધારે થઈ ગયો છે. તાજેતરના વર્ષોમાં ભારતની GDP વૃદ્ધિ દર વિશ્વમાં સૌથી ઝડપી રહ્યો છે.

IMF

ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF)ના અંદાજ પ્રમાણે ભારતનો રિયલ GDP વૃદ્ધિ નાણાકીય વર્ષ 2023-24માં 6.3 ટકા રહેવાનો અંદાજ છે,જે નાણાકીય વર્ષ 2022-23માં તે 6.9 ટકાથી ઓછો રહ્યો છે.

ભારતનું વિદેશી મુદ્રા ભંડોળ ગગડીને 590 અબજ ડોલર થયું