ભારતીય રિઝર્વ બેંકના વડા શક્તિકાંત દાસે કહ્યું છે કે મર્યાદિત અવધિ માટે 10 ટકા વૃદ્ધિશીલ CRRથી બેંકોમાંથી એક લાખ કરોડ રૂપિયાથી વધારે રોકડ કાઢવામાં મદદ મળશે.
બેંકો પાસે પૂરતી રોકડ છે અને ધિરાણ પૂરું પાડવાની પ્રવૃત્તિ જાળવી રાખવામાં આવી શકે છે. આ વર્ષે 19મી મેથી 2000ની ચલણી નોટો બેંકમાં પરત આવવાથી રોકડ વધી છે. આ સ્થિતિને જોતા આ પગલુ ભરવામાં આવ્યું છે.
CPI આધારિત મોંઘવારીમાં તાજેતરમાં થયેલ વૃદ્ધિને લીધે ખાદ્ય વસ્તુઓની મોંઘવારી છે. શાકભાજીની કિંમતમાં છેલ્લા કેટલાક મહિનાથી સુધારો જોવા મળ્યો છે. ચોમાસાની સારી પ્રગતિથી ખરીફ પાકોની સ્થિતિ સારી છે.