ધાણાના બીજમાં ફ્લેવોનાઇડ, પોલીફેનોલ, બી કેરોટીનોઇડ જેવા તત્વો હોય છે. જે ગ્લૂકોઝ લેવલને નોર્મલ રાખવામાં મદદ કરે છે.
ધાણાના બીમાં કાર્મિનેટિવ પ્રભાવ હોય છે ગેસની સમસ્યા દૂર કરે છે. આઉપરાંત તેના સેવનથી ડાઇજેસ્ટિવ સિસ્ટમ પણ સુધરે છે.
ધાણાના બીમાં રહેલાં એન્ટી અર્થરાઇટિસ અને એન્ટીઓક્સિડેન્ટ સાંધામાં થયેલાં સોજા અને દુખાવામાં રાહત અપાવે છે.
ધાણાના બીમાં એન્ટી બેક્ટેરિઅલ ગુણ હોય છે. જે સંક્રમણ સામે લડીને આંખમાં આવતી ખંજવાળમાં મદદ કરે છે.
ધાણાના બી આયરનથી ભરપૂર હોય છે. આ સાથે જ તેમાં વિટામીન પણ હોય છે. જે આયરનના અવશોષણમાં મદદગાર છે.
ધાણાના બીના સેવનથી કોલેસ્ટ્રોલ અને વસાની સાથે હાર્ટ પ્રોબ્લેમ્સના ખતરાને પણ ઓછો કરી શકાય છે.
ધાણાના બીથી માસિક ધર્મ દરમિયાન થતાં વધુ બ્લિડિંગના પ્રોબ્લેમને પણ રોકવામાં મદદ મળે છે.
ધાણાના બી વિટામિનથી ભરપૂર હોય છે. જે આપણી સ્કિન માટે ખૂબ જ ફાયદાકારક છે. ત્વચાની ચમક વધારવા માટે સનબર્નથી બચાવી શકાય છે.