ચોખાનું પાણી પીવાનાં 7 અદ્ભૂત ફાયદા


By Hariom Sharma08, Nov 2023 05:37 PMgujaratijagran.com

ચોખાનું પાણી

સામાન્ય રીતે આપણે ચોખાનું પાણી ઢોળી દઈએ છીએ. શું તમે જાણો છો કે ચોખાનું પાણી પીવાથી સ્વાસ્થ્ય સંબઘિત ફાયદાઓ થાય છે? ચોખાનું પાણી પીવાથી શરીરની ઘણી સમસ્યાઓ માંથી રાહત મળે છે. ચલો જાણીએ ચોખાનું પાણી પીવાનાં 7 અદ્ભૂત ફાયદા વિશે.

શરીર સ્વસ્થ રાખે

ચોખાનાં પાણીમાં એંટી ઓક્સિડેંટ ગુણોથી ભરપૂર હોય છે. સાથે તેમાં સારી એવી માત્રામાં સ્ટાર્ચ હોય છે. તેનું સેવન કરવાથી શરીરને અનેક ફાયદા મળે છે.

શરીરમાં ઉર્જા આવે

ચોખાનાં ગરમ પાણીમાં મીઠું નાખીને પીવાથી શરીરમાં ઉર્જા આવે છે. ચોખાનું પાણી પીવામાં સ્વાદિષ્ટ લાગે છે.

કબજિયાતમાં ફાયદો

જો તમને કબજિયાતની સમસ્યા છે તો ચોખાનું પાણી પી શકો છો. તેમા ફાઈબરનું પ્રમાણ હોવાથી મેટાબોલિજમમાં સુધારો થાય છે. જેથી કબજિયાતની સમસ્યામાં રાહત મળે છે.

You may also like

લંચમાં ફટાફટ બનાવો પાલક રાઈસ

પ્રોટીનથી ભરપુર હોય છે આ ભારતીય મીઠાઈઓ

વાળને સ્વસ્થ રાખે

વધતી ઉમરની સાથે વાળ સાથે જોડાયેલી સમસ્યા વધવા લાગે છે. ચોખાનાં પાણીથી વાળ ખરવાની સમસ્યા ઓછી થાય છે. સાથે વાળમાં ચમક પણ આવે છે.

તાવમાં ફાયદા

ચોખાનું પાણી પીવાથી તાવ અને વાઈરલમાં શરીરમાં પાણીની ઉણપ થતી નથી. આ ઉપરાંત તેમા રહેલા પોષકતત્વો તાવમાં રાહત આપે છે.

ડીહાઈડ્રેશનમાં બચાવ

ઠંડીમાં આપણે પાણી ઓછું પીએ છીએ, તેવામાં ડીહાઈડ્રેશનની સમસ્યા થઈ શકે છે . જેથી ચોખાનું પાણી પીવાથી શરીરને ડીહાઈડ્રેશન જેવી સ્થિતથી બચાવી શકાય છે.

આવી અન્ય જાણકારી મેળવવા માટે વાંચતા રહો ગુજરાતી જાગરણ ન્યૂઝ એપ.

ગ્રીન એનર્જી ઉપર અદાણી ગ્રુપનું ફોકસ, 2024 સુધી 11 ગીગાવોટ ક્ષમતા વધારવાની તૈયારી