શિયાળામાં ઉકાળો પીવાથી થશે અદ્દભૂત ફાયદા


By Sanket M Parekh07, Nov 2023 04:17 PMgujaratijagran.com

ઈમ્યૂનિટી વધશે

શરીરમાં રોગ સામે લડવાની ક્ષમતા વધારવા માટે તમે આદુનો ઉકાળો પી શકો છે. જેમાં રહેલ એન્ટી ઓક્સીડેન્ટ અને એન્ટી ઈફ્લેમેન્ટરી ગુણ શિયાળામાં ઈમ્યૂનિટી વધારવામાં મદદ કરે છે.

પેટ માટે બેસ્ટ

પેટ સાથે સંકળાયેલા રોગને દૂર રાખવા માટે ઉકાળો તમારી મદદ કરી શકે છે. જેનું સેવન કરવાથી ઉલટી અને ઝાડાની સમસ્યામાં આરામ મળે છે.

માથાના દુખાવામાં આરામ

એન્ટી માઈક્રોબિયલ ગુણોથી ભરપુર હોવાના કારણે માથાના દુખાવાની સમસ્યા દૂર કરવામાં ઉકાળો તમારી મદદ કરી શકે છે. શિયાળામાં તુલસી, આદુ અને અજમાનો ઉકાળો પીવો.

બોડી પેઈનથી રાહત

શિયાળામાં શરીરને થનારા દુખાવાથી છૂટકારો મેળવવા માટે ઉકાળો પીવો. જેના એન્ટી ઈમ્ફ્લેમેન્ટરી ગુણ બોડી પેઈનથી આરામ અપાવે છે.

એલર્જીમાં આરામ

ઉકાળામાં એન્ટી એલર્જી ગુણ હોય છે. જે માંસપેશીઓના સોજા ઓછા કરે છે. આથી દરરોજ 1 કપ ઉકાળો જરૂર પીવો.

ક્યો ઉકાળો પીવો જોઈએ?

આદુ, તુલસી, લીમડો, ગિલોય, અજમો અને તજથી બનેલ ઉકાળાનું સેવન કરવું જોઈએ.

શિયાળામાં શરીર માટે ફાયદેમંદ છે આ બીજ