લીલી કોથમીર પોષક તત્વોથી ભરપુર હોય છે. જેમાં વિટામિન એ, કેલ્શિયમ, વિટામિન સી, મેગ્નેશિયમ અને એન્ટી ઓક્સિડેન્ટ જેવા ગુણ મળી આવે છે. જે આપણા શરીર માટે જરૂરી છે. તો ચાલો સૂકા ધાણાના બીજથી થનારા ફાયદા વિશે જાણીએ...
ધાણાના બીજ ઈમ્યૂન સિસ્ટમ માટે ફાયદેમંદ મનાય છે. જેમાં અનેક પ્રકારના એન્ટી ઓક્સીડેન્ટ્સ હોય છે. જે ઈમ્યૂનિટીને વધારે છે. ધાણામાં ઈમ્યૂનિટી બૂસ્ટર, એન્ટી કેન્સર અને એન્ટી ઈંફ્લેમેન્ટરી ગુણ મળી આવે છે.
ધાણાના બીજમાં વિટામિન એ સારા પ્રમાણમાં હોય છે. જે આંખ માટે ફાયદેમંદ મનાય છે. આથી તમે ધાણાના બીજનો પાવડર બનાવીને તેમાં વરિયાળી અને સાકર મિક્સ કરીને ખાઈ શકો છો.
જે લોકોને પેટ સબંધી સમસ્યા હોય, તેમના માટે ધાણાના બીજ ફાયદેમંદ મવાય છે. જેની મદદથી તમે ગેસ, પેટ ફૂલવુ અને પેટમાં દુખાવા જેવી અનેક સમસ્યાથી છૂટકારો મેળવી શકો છો.
ડાયાબિટીશના દર્દીઓ માટે ધાણાનું સેવન ફાયદેમંદ છે. જે બ્લસ સુગર લેવલને કંટ્રોલ કરવામાં મદદ કરે છે. જો તમે હાઈ સુગરની સમસ્યાથી પરેશાન હોવ, તો તમારે ધાણાના બીજનું સેવન કરવું જોઈએ.
યુરિનરી ટ્રેક્ટ સાથે સંકળાયેલી સમસ્યા માટે પણ ધાણા ફાયદેમંદ છે. જેમ કે પેશાબ કરતી વખતે બળતરા થવી અથવા પેશાબ પીળો પડી જવો. જેનાથી આરામ મેળવવા માટે તમે ધાણાના બીજને પાણીમાં ઉકાળીને પી શકો છો.