મૂડીઝ ઈન્વેસ્ટર્સ સર્વિસિસે કહ્યું છે કે પર્સનલ લોન માટે નિયમોને કડક કરવાનો મધ્યસ્થ બેન્કે નિર્ણય કર્યો તે યોગ્ય છે.
RBIએ ગયા સપ્તાહે બેન્કો તથા નોન બેન્કિંગ ફાયનાન્સિલ કંપનીઓ માટે અનસિક્યોર્ડ પર્સનલ લોન, ક્રેડિટ કાર્ડ જેવા ધિરાણને લગતા નિયમોને કડક કર્યા છે.
સુધારા અંતર્ગત રિસ્ક વેઈટેજમાં 25 ટકાની વૃદ્ધિ કરવામાં આવી છે. કેટલાક વર્ષોમાં અનસિક્યોર્ડ લોન કે ફાયનાન્સના પ્રમાણમાં ખૂબ ઝડપથી વધારો થયો છે.
રેટીંગ એજન્સી મૂડીઝના મતે હાઈ રિસ્ક-વેઈટેજ એસેટ મારફતે તેને લગતા નિયમોને કડક કરવાનું પગલું યોગ્ય છે, કારણ છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતમાં અસુરક્ષિત ધિરણા ફંડ વધારે સ્પર્ધાત્મક બની ગયું છે.