હવે ફક્ત 10 દિવસમાં જ પ્રોસેસ થશે ઈન્ક્મ ટેક્સ રિટર્ન, કરદાતાને વધુ સુવિધા મળશે


By Nileshkumar Zinzuwadiya06, Sep 2023 04:25 PMgujaratijagran.com

ટેક્સ રિટર્ન ફાઈલ

કેન્દ્રીય પ્રત્યક્ષ કર બોર્ડ (CBDT)એ મંગળવારે ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ અંગે મહત્વનું અપડેટ જાહેર કર્યું છે.

કરદાતાને વધુ સુવિધાજનક

કરદાતા દ્વારા વેરિફિકેશન થયા બાદ ઈન્કમ ટેક્સ રિટર્નને પ્રોસેસ કરવામાં લાગતો સમય

16 દિવસની તુલનામાં 10 દિવસ

નાણાકીય વર્ષ 2022-23 માટે દાખલ રિટર્ન માટે વેરિફિકેશન બાદ આવક વેરા રિટર્નનો સરેરાશ સમય નાણાકીય વર્ષ 2019-20 માટે 82 દિવસ અને 2022-23 માટે 16 દિવસની તુલનામાં ઘટાડી 10 દિવસ કરવામાં આવ્યો છે.

6.98 કરોડ રિટર્ન દાખલ

CBDTની માહિતી પ્રમાણે નાણાકીય વર્ષ 2022-23 માટે 6.98 કરોડ રિટર્ન દાખલ થયા હતા, જેમાંથી 6.84 કરોડ વેરિફાઈડ થયા છે.

વેદાંતાને ઝાંબિયાની કોપર માઈનની માલિકી પ્રાપ્ત થઈ