31 જુલાઈ સુધી ઈનકમ ટેક્સ રિટર્ન ભરવાની અંતિમ તારીખ પૂરી થઈ ચુકી છે. જે લોકોએ અંતિમ તારીખ સુધીમાં રિટર્ન ભર્યું ન હતું તેમને હવે મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.
31મી જુલાઈ સુધી 6.50 કરોડ રિટર્ન ફાઈલ થયા છે. જોકે હજુ પણ અનેક એવા લોકો છે કે જેમણે રિટર્ન ફાઈલ કર્યું નથી. અંતિમ તારીખ સુધી રિટર્ન ન જમા કરવા બદલ રૂપિયા 5000 દંડ થઈ શકે છે.
જોકે એવા પણ કરદાતાઓ છે કે જેમણે સમયસર રિટર્ન ન ભર્યું હોય તો પણ તેમને દંડ ભરવો પડશે નહીં. આ અંગે આવક વિભાગના કેટલાક નિયમો પણ છે.
એવા લોકો કે જેમની આવકની છૂટ મર્યાદાથી વધારે નથી તેવા લોકો નિયત સમય સીમા પૂરી થઈ ગયા બાદ પણ આવક વેરા રિટર્ન ફાઈલ કરી શકે છે. તેમણે લેટ ફીની ચુકવણી કરવી પડશે નહીં.