ઢોંસા બનાવતા સમયે અપનાવો આ ટ્રિક્સ, તવી પર ચોંટ્યા બિના બનશે ક્રિસ્પી અને ટેસ્ટી


By Sanket M Parekh02, Aug 2023 04:27 PMgujaratijagran.com

તવાને યોગ્ય રીતે લૂછો

ચોંટ્યા વિના ઢોંસા બનાવવા માંગતા હોવ, તો સૌ પ્રથમ તવાને યોગ્ય રીતે સાફ કરીને કપડાથી લૂછી લો.

ગેસને ધીમો રાખો

ઢોંસા બનાવવા માટે ગેસને ધીમો રાખો અને સાથે-સાથે તેના પર તેલ નાંખતા રહો.

તવો સાફ કરો

ગરમ કરવા પર જ્યારે તવામાંથી ધૂમાડો નીકળવા લાગે, ત્યારે તેને એક વખત ધોઈને સાફ કરી લો.

નહીં ચોંટે તમારો ઢોંસો

આમ કરવાથી તમારો ઢોંસો તવા પર ચોંટશે નહી અને સારો પણ બનશે.

નોન-સ્ટિક તવા પર બનાવો

અનેક લોકો રોટલી બનાવવાના તવા પર ઢોંસા બનાવે છે. જેથી ઢોંસો તવા પર ચોંટી જાય છે. આથી તેને નૉન સ્ટિક તવા પર જ બનાવો.

ખીરુ યોગ્ય રીતે ફેલાવો

ઢોંસા માટેનું ખીરુ તવા પર યોગ્ય રીતે ફેલાવવું જોઈએ, જેથી તે ચોંટશે નહીં.

ખીરું કેવું હોવું જોઈએ?

ઢોંસાનું ખીરુ પાતળું જ હોવું જોઈએ. જે ખીરું જાડુ હશે, તો તે તવા પર ચોંટી જ જશે.

સૂકાઈ ગયેલા લીંબુને ફેંકીને તમે કરી રહ્યાં છો મોટી ભૂલ, આ રીતે કરો તેનો ઉપયોગ