અખરોટને તમારા ડેઈલી ડાયેટમાં શામેલ કરો, આપશે આ અદ્ભૂત લાભો


By Smith Taral07, Sep 2024 03:02 PMgujaratijagran.com

અખરોટ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ગુણકારી છે, કારણ કે તે પોષક તત્વોથી ભરપૂર છે અને વિવિધ રીતે આરોગ્યને ફાયદા પહોંચાડે છે. રોજ અખરોટનું સેવન તમારા શરીર અને મનને તંદુરસ્ત રાખવા માટે એક સરળ અને શ્રેષ્ઠ ઉપાય છે

માનસિક સ્વાસ્થ્ય માટે

વિટામિન E, ફોલિક એસિડ અને એન્ટિઓક્સિડન્ટ્સથી ભરપૂર અખરોટ માનસિક કાર્ય અને મગજના આરોગ્યને સુધારે છે.

પાચનતંત્ર માટે

તેમાં રહેલું ફાઇબર પાચનતંત્રને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે, જે પાચનસંબંધી સમસ્યાઓને દૂર કરે છે.

હાડકા મજબૂત કરે છે

અખરોટમાં કેલ્શિયમ, મેગ્નેશિયમ અને ફોસ્ફરસ હોય છે, જે હાડકાંને મજબૂત બનાવે છે.

બળતરા ઘટાડવા માટે

અખરોટમાં રહેલું પોલીફેનોલ્સ અને એન્ટિઓક્સિડન્ટ્સ બળતરા ઘટાડીને શરીરને ઘણી સ્વાસ્થ્ય સમસ્યાથી બચાવે છે

જાણો ખાલી પેટે લસણની બે કળી સેવન કરવાના ફાયદા