આજના સમયમાં ધૂમ્રપાન કરવાને કારણે ફેફસાની બીમારી વધી રહી છે. ચાલો જાણીએ કે ફેફસાને સ્વસ્થ રાખવા માટે ક્યા ખોરાકને આહારમાં સામેલ કરવા જોઈએ?
ફેફસાને સ્વસ્થ રાખવા માટે ઓમેગા-3 ફેટી એસિડ ખૂબ જ જરૂરી છે. જે ફેફસાને લગતી તમામ બીમારીઓને ઓછી કરે છે.
માંસાહારી લોકો તેમના ફેફસાને સ્વસ્થ રાખવા માટે માછલીનું સેવન કરી શકે છે. તે ઓમેગા 3 ફેટી એસિડથી ભરપૂર હોય છે.
અળસીમાં ફાઈબર,મેગ્નેશિયમ સહિતના ઘણા પોષક તત્વો જોવા મળે છે. આને ખાવાથી ફેફસાને સ્વસ્થ કરી શકો છો.
અખરોટમાં કોપર,મેગ્નેશિયમ અને ઓમેગા 3 ફેટી એસિડ મળી આવે છે. તેનું સેવન કરવું શરીર માટે ફાયદાકારક છે.
સોયાબીનમાં ફાઈબર અને પ્રોટીન ભરપૂર માત્રામાં હોય છે. આ સિવાય તેમાં મળતું ઓમેગા 3 ફેટી એસિડ ફેફસાને સ્વસ્થ રાખે છે.
બીટ કાંદામાં મેગ્નેશિયમ,વિટામિન-સી અને અન્ય ઘણા પોષક તત્વો મળી આવે છે. તે ફેફસાને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.
સંતરામાં વિટામિન-સી ભરપૂર માત્રામાં હોય છ. આ સિવાય તેમાં એન્ટીઓક્સીડેન્ટ ગુણ હોય છે જે ફેફસાને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.
જીવનશૈલી અને સ્વાસ્થ્ય સંબંધિત તમામ માહિતી ગુજરાતી જાગરણ પર વાંચતા રહો.