બાળકોના બ્રેઈનને બૂસ્ટ કરવા માટે ઓમેગા-3 ફેટી એસિડ, આયરન, વિટામિન બી-12, વિટામિન-ડી, જિંક, વિટામિન-ઈ, મેગ્નેશિયમ વગેરે પોષક તત્વોની આવશ્યક્તા હોય છે.
બાળકોના મગજના ઝડપી વિકાસ માટે તમે તેમની ડાયટમાં અખરોટને સામેલ કરી શકો છો. આ ડ્રાય ફ્રૂટમાં મળી આવનાર ઓમેગા-3 ફેટી એસિડ્સ મગજ માટે ખૂબ જ સારું હોય છે.
બદામ ગુણોની ખાણ મનાય છે. જેમાં ફેટી એસિડ અને પ્રોટીન પુષ્કળ પ્રમાણમાં મળે છે. જેને ખાવાથી બાળકોનું મગજ રોકેટની સ્પીડમાં દોડવા લાગે છે.
ઈંડામાં અનેક પ્રકારના પોષક તત્વો મળી આવે છે, જે મગજ માટે ફાયદેમંદ સાબિત થાય છે. દરરોજ નાસ્તામાં બાફેલા ઈંડા ખાવાથી ઝડપથી ફાયદો મળી શકે છે.
દહીમાં કેલ્શિયમ, પ્રોટીન, પ્રોબાયોટિક્સ અને ગુડ ફેટ સારા પ્રમાણમાં મળી આવે છે. જે બાળકોના મગજ માટે ખૂબ જ ફાયદેમંદ મનાય છે.