દાદર-ખરજવાની સમસ્યામાં આ તેલથી માલિશ કરો, તાત્કાલિક મળશે આરામ


By Sanket M Parekh12, Oct 2023 04:06 PMgujaratijagran.com

આ 5 તેલનો કરો ઉપયોગ

જો તમે પણ દાદર અને ખરજવાની સમસ્યાનો સામનો કરી રહ્યા હોય, તો આ ઘરગથ્થુ નુસખાનો ઉપયોગ કરી શકો છે. આજે અમે તમને 5 એવા તેલ વિશે જણાવીશું, જેની મદદથી તમે આ તમામ સમસ્યામાંથી છૂટકારો મેળવી શકો છો.

નારિયેળનું તેલ

દાદર અને ખરજવાની સમસ્યાથી બચવા માટે નારિયેળનું તેલ બેસ્ટ ઑપ્શન બની શકે છે. જેમાં એન્ટી ફંગલ ગુણ મળી આવે છે, જેના હીલિંગ ગુણથી ખંજવાળમાં રાહત મળે છે. આ તેલને તમે દિવસમાં 3-4 વખત લગાવી શકો છો.

ટી ટ્રી ઑઈલ

ટી ટ્રી ઑઈલમાં એન્ટી ફંગલ ગુણ મળી આવે છે. જે દાદર અને ખરજવાની સારવારમાં મદદરૂપ સાબિત થઈ શકે છે. આ ઘરગથ્થુ નુસખા માટે તમારે ટી ટ્રી ઑઈલમાં બદામનું તેલ અથવા જોજોબા ઓઈલ મિક્સ કરવું પડશે. હવે આ તેલને 8-10 દિવસ સુધી નિયમિત લગાવતા રહો.

અજમાનું તેલ

અજમાના પત્તાનું તેલ પણ દાદર અને ખરજવાથી બચવામાં મદદરૂપ સાબિત થઈ શકે છે. આ તેલમાં એન્ટી ફંગલ ગુણ મળી આવે છે. જેને તમે નારિયેળના તેલ સાથે મિક્સ કરીને લગાવી શકો છો.

નીલગિરીનું તેલ

દાદર અને ખરજવા માટે નિલગિરીનું તેલ પણ ઉપયોગમાં લઈ શકાય છે. આ ઘરગથ્થુ નુસખામાં તમારે નિલગિરીના ચપટી તેલમાં પાણી મિક્સ કરીને રૂની મદદથી અસરગ્રસ્ત ભાગ પર લગાવવાનું રહેશે.

લીમડાનું તેલ

લીમડો દાદર જેવી સ્કિન સબંધિત સમસ્યાથી બચવા માટે બેસ્ટ ઑપ્શન બની શકે છે. આ તેલમાં ફાઈટોકેમિકલ્સ મળી આવે છે, જે એન્ટી ફંગલ ગુણોથી ભરપુર હોય છે. આ તેલની તમે અસરગ્રસ્ત ભાગમાં હળવા હાથે માલિશ કરી શકો છો.

આ ઘરેલું ઉપાયથી સરળતાથી કાનનો મેલ બહાર આવશે