આ રીતે વાળ પર લગાવો હળદર, મળશે ફાયદા


By Hariom Sharma2023-05-10, 20:05 ISTgujaratijagran.com

વાળમાં હળદર લગાવવાના ફાયદા

- ડેન્ડ્રફથી રાહત - ખંજવાળ દૂર કરે - હેરફોલ ઘટાડે - વાળનો ગ્રોથ વધારે - વાળને મજબૂત બનાવે

નારિયળ તેલ- હળદર

વાળને મજબૂત કરવા માટે નારિયળ તેલમાં કાચી હળદર મિક્સ કરીને ગરમ કરો. ત્યારે બાદ હળદર કાઢીને તેલ ઠંડુ થયા બાદ વાળ પર લગાવો. આડધાથી એક કલાક પછી વાળ ધોઇ કાઢો.

મધ અને ઈંડા સાથે

બે ઈંડામાં 2 ચમચી હળદર પાવડર અને એક ચમચી મધ મિક્સ કરો. આ હેર માસ્કને અડધો કલાક સુધી વાળ પર લગાવો. આનાથી તમારા વાળ વધશે.

દહીં-હળદર

વાળ માટે દહીં અને હળદરનું હેર પેક ગુણકારી હોય છે. જો વાળને મજબૂત અને સોફ્ટ બનાવવા માગો છો તો દહીં અને હળદર મિક્સ કરીને 30 મિનિટ સુધી લગાવો.

દૂધ-મધની સાથે

વાળની ચમક વધારવા માટે દૂધ, મધ અને ઈંડાનું હેર પેક લગાવો. દૂધ, એક ચમચી મધ અને હળદરનું હેર પેક બનાવીને વાળમાં 30 મિનિટ સુધી લગાવવાથી તમારા વાળ સોફ્ટ બને છે.

એલોવેરા- હળદર

એન્ટિ બેક્ટેરિયલ ગુણથી ભરપૂર હળદર અને એલોવેરા વાળની ખંજવાળ દૂર કરે છે. થોડા સમય માટે એલોવેરા જેલમાં હળદર મિક્સ કરીને વાળ પર લગાવી શકો છો.

કૃતિ સેનનના શાનદાર સાડી લુક્સ