પેજ ઈન્ડસ્ટ્રીઝે વર્તમાન નાણાકીય વર્ષના બીજા ત્રિમાસિક ગાળાના પરિણામોની જાહેરાત કરી છે. કંપનીએ કહ્યું કે તેના નફામાં ઘટાડો આવ્યો છે.
કંપનીએ એક્સચેન્જને આપેલી માહિતીમાં કહ્યું કે રોકાણકારોને શેરદીઠ રૂપિયા 75 ડિવિડન્ડ મળશે.
કંપનીએ ડિવિડન્ડ માટે એક્સ ડેટ 17મી નવેમ્બર,2023 નક્કી કરી છે. જાન્યુઆરીથી લઈ અત્યાર સુધી કંપની અગાઉથી રૂપિયા 195 ડિવિડન્ડ ચુકવે છે.
આ અગાઉ કંપનીએ 18મી ઓગસ્ટ 2023ના રોજ રૂપિયા 75, 2 જૂન 2023ના રોજ રૂપિયા 60, 17 ફેબ્રુઆરી 2023ના રોજ રૂપિયા 60 ડિવિડન્ડ આપી ચુકી છે.