ચીનમાં FDI ઘટતા ભારતમાં વૈશ્વિક રોકાણ વધવાના મળ્યા સંકેત


By Nileshkumar Zinzuwadiya09, Nov 2023 02:13 PMgujaratijagran.com

FDI

ભારતમાં પ્રત્યક્ષ વિદેશી રોકાણમાં સામાન્ય ઘટાડો થયો છે. જોકે ગ્રીનફીલ્ડ રોકાણ (નવા રોકાણ)ની આશા રાખવામાં આવે છે, કારણ કે ચીનએ પ્રથમ ત્રિમાસિક ગાળામાં FDIમાં ઘટાડાનો સામનો કરવો પડ્યો છે.

ટોચના ત્રણ

વ્યાપાર અને વિકાસ અંગે સંયુક્ત રાષ્ટ્ર સમ્મેલનનું કહેવુ છે કે ભારત નવા રોકાણની બાબતમાં ટોપ ત્રણમાં છે, જેથી માલુમ થાય છે કે નવા પ્રોજેક્ટ માટે ગ્લોબલ ફંડ આકર્ષિત કરે છે.

ચોખ્ખુ વિદેશી રોકાણ

એપ્રિલથી ઓગસ્ટ દરમિયાન ભારતમાં ચોખ્ખા વિદેશી પ્રત્યક્ષ રોકાણ ગગડી 2.99 બિલિયન ડોલર રહ્યું છે, જે ગત વર્ષની સમાન અવધિમાં 18.03 અબજ ડોલર થયું હતું.

આરબીઆઈની માહિતી

ભારતીય રિઝર્વ બેન્કે ઓક્ટોબર,2023 બુલેટિનમાં માલુમ થયું છે કે વર્તમાન વર્ષ માટે ભારતમાં FDI 7.28 અબજ ડોલર છે,જે વર્ષ 2022ની સમાન અવધિમાં 22.79 અબજ ડોલરથી ઓછું છે.

દિવાળી પર દૂધીની બરફી ઘરે બનાવો, મહેમાનો પણ વખાણ કરતા નહીં થાકે