વાણિજ્ય અને ઉદ્યોગમંત્રી પીયૂષ ગોયલે કહ્યું છે કે નાણાકીય વર્ષ 2022-23માં દેશમાંથી નિકાસ છ ટકા વધી વિક્રમજનક 447 અબજ ડોલર રહી છે.
મુખ્યત્વે પેટ્રોલિયમ, ઔષધિ, રસાયણ તથા સમુદ્રી ઉત્પાદનોના ક્ષેત્રમાં ખૂબ જ સારું પર્ફોમન્સ રહ્યું છે. નાણાકીય વર્ષ 2021-22માં નિકાસ 422 અબજ ડોલર રહી હતી.
દેશમાંથી વસ્તુઓ અને સેવાઓની નિકાસ નવી ઊંચાઈ પર પહોંચી ગઈ છે અને વર્ષ 2022-23માં 14 ટકા વધી 770 અબજ ડોલર થઈ છે,જે એક વર્ષ અગાઉ 676 અબજ ડોલર હતી.
ભારતનું નિકાસ ક્ષેત્રમાં પર્ફોમન્સ શાનદાર રહ્યું છે. કુલ નિકાસ 770 અબજ ડોલરની નવી ઊંચાઈએ પહોંચી છે. ગત નાણાકીય વર્ષમાં તે 14 ટકાથી વધારે છે.
વર્ષ 2020માં તે 500 અબજ ડોલર તથા વર્ષ 2021-22માં 676 અબજ ડોલર રહી હતી. નિકાસ પણ 2022-23માં 27.16 ટકા વધી રૂપિયા 323 અબજ ડોલર રહ્યું છે.