ભારતમાં જોવા મળી મંદીની અસર, સતત ત્રીજા મહિને નિકાસમાં થયો ઘટાડો


By Nilesh Zinzuwadiya16, Mar 2023 04:21 PMgujaratijagran.com

વૈશ્વિક મંદી વચ્ચે નિકાસમાં 8.8 ટકા ઘટાડો

વૈશ્વિક મંદી વચ્ચે દેશના નિકાસમાં ફેબ્રુઆરીમાં 8.8 ટકા ઘટી 33.88 અબજ ડોલર રહી છે. ગયા વર્ષે આ મહિને નિકાસ 37.15 અબજ ડોલર હતી.

વ્યાપારી ખાધ ઘટી

ફેબ્રુઆરી મહિનામાં દેશની વ્યાપારી ખાધ ઘટીને 17.43 અબજ ડોલર થઈ ગઈ છે. નિકાસ ઘટવા સાથે આયાત પણ 8.21 ટકા ઘટી 51.31 અબજ ડોલર રહી છે.

આ સેક્ટરમાં જોવા મળી નકારાત્મક વૃદ્ધિ

ચાલુ નાણાકીય વર્ષના 11 મહિના દરમિયાન નિકાસની દ્રષ્ટિએ નકારાત્મક વૃદ્ધિ નોંધાવનાર ક્ષેત્રોમાં એન્જીનિયરિંગ સામાન, રત્ન અને આભૂષણ, કપડાં તથા પ્લાસ્ટિકનો સમાવેશ થાય છે.

એન્જીનિયરિંગની નિકાસ ઘટી

એન્જીનિયરિંગની નિકાસ ઘટીને એન્જીનિયરિંગ નિકાસ ઘટીને 98.86 અબજ ડોલર થઈ છે, જે ગયા નાણાકીય વર્ષની સમાન અવધિમાં 101.15 અબજ ડોલર હતી. રત્ન તથા આભૂષણની નિકાસ એપ્રિલ-ફેબ્રુઆરીમાં વર્ષ 2022-23 દરમિયાન ઘટીને

શેરબજારમાં મંદી વચ્ચે પણ પેઇન્ટ સેક્ટરના શેરોમાં શા માટે જોવા મળે છે તેજી