બેંન્કિંગ સેક્ટર વર્ષ 2023માં પડકારજનક સ્થિતિમાં સામનો કરી રહ્યું છે. જોકે ભારતની કેટલીક બેન્ક એવી પણ છે જેમણે ખુર સારું વળતર આપ્યું છે. 4 બેન્કે આપ્યું છે જોરદાર વળતર
વર્ષ 2023માં કર્ણાટક બેંકે રોકાણકારોને બે ગણુ વળતર આપ્યું છે. નાણાકીય વર્ષ 2023માં શેરે 147 ટકા વળતર આપ્યું છે. 52 સપ્તાહની ઊંચી સપાટી રૂપિયા 168.5 બનાવ્યા બાદ અત્યારે રૂપિયા 132..50 છે.
નાણાકીય વર્ષ 2023માં સાઉથ ઈન્ડિયન બેંકમાં પણ તેજી જોવા મળી. આ અવધિમાં શેરમાં 131 ટકા સુધારો થયો છે. 52 સપ્તાહની નીચી સપાટી રૂપિયા 7.25 હતી, વર્તમાન સમયમાં શેરનો ભાવ રૂપિયા 16.90 છે.
યૂકો બેંક ચોથા ક્રમાંક પર છે. તેણે રોકાણકારોને 110 ટકા વળતર આપ્યું છે. શેરનો ભાવ 52 સપ્તાહની નીચી સપાટી 10.55 બોલાયો હતો. વર્તમાન સમયમાં શેરનો ભાવ રૂપિયા 23.90 છે.
કરુર વૈશ્ય બેંકના શેરોએ પણ ખૂબ જ સારું વળતર આપ્યું છે. આ અવધી દરમિયાન શેરોએ રોકાણકારોને 110 ટકા વળતર આપ્યું છે.