આ 7 ફુડ તમારા બ્લડ સર્ક્યુલેશનમાં સુધારો કરશે


By Jivan Kapuriya23, Jul 2023 11:21 AMgujaratijagran.com

બ્લડ સર્ક્યુલેશન

જ્યારે બ્લડ સર્ક્યુલેશન ખરાબ થાય ત્યારે અનેક પ્રકારની બીમારીઓ પેદા થાય છે. આવી સ્થિતિમાં બ્લડ સર્ક્યુલેશન સારું હોવું ખૂબ જ જરૂરી છે. આજે અમે તમને એવા 7 ફુડ વિશે જણાવીશું જે બ્લડ સર્ક્યુલેશનને સુધારે છે.

એવોકાડો

એવોકાડો બ્લડ સર્ક્યુલેશનને યોગ્ય રાખવામાં અને હૃદયની બીમારીઓને દૂર કરવામાં ખૂબ જ ફાયદાકારક છે.એવોકાડોમાં ઓમેગા-3 ફેટી એસિડ હોય છે, તેથઈ તે બ્લડ સર્ક્યુલેશન માટે પણ ઉત્તમ છે.

ડુંગળી

ડુંગળી ખાવાથી બ્લડ સર્ક્યુલેશન પણ સુધારે છે. તેમાં ઘણાં એન્ટીઓક્સીડેન્ટ મળી આવે છે, જે ધમનીઓને બંધ થવાથી રોકે છે.

દાડમ

બીપી અને હૃદયના દર્દીઓ માટે પણ દાડમ ખૂબ જ ફાયદાકરક માનવામાં આવે છે.તેમાં રહેલા પોષક તત્વો શરીરમાં બ્લડ સર્ક્યુલેશનના પ્રવાહને પણ સુધારે છે.

બદામ

બદામ અને અખરોટ પણ શરીરમાં બ્લડ સર્ક્યુલેશન પ્રવાહને સુધારવામાં ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. તેના ઉપયોગથી શરીરમાં બ્લડ સર્ક્યુલેશન તો વધે જ છે સાથે સાથે અનેક બીમારીઓથી છુટકારો મેળવવામાં પણ મદદ કરે છે.

લસણ

લસણનું સેવન કરવાના ઘણા ફાયદા છે. પરંતુ તેમાં જોવા મળતું એસીલિન અને સલ્ફર બ્લડ સર્ક્યુલેશનને સુધારવામાં ખૂબ જ ફાયદાકારક છે. લસણનું યોગ્ય માત્રામાં નિયમિત સેવન કરવું જોઈએ.

ટામેટા

ટામેટા એન્જીયોટેન્સિન-કન્વર્ટિંગ એન્ઝાઇમને અટકાવે છે. ટામેટાંમાં જોવા મળતું લાઈકોપીન હૃદય સંબંધિત બીમારીઓનું જોખમ પણ ઘટાડે છે.

બેરી

બ્લુબેરી અને સ્ટ્રોબેરી જેવા બેરીમાં ફ્લોવોનોઈડ હોય છે જે ધમનીઓને ફેલાવે છે. બેરીના સેવનથી માત્ર બ્લડ સર્ક્યુલેશનન જ નહીં પરંતુ શરીરને અન્ય રોગો સામે લડવાની શક્તિ પણ મળે છે.

વાંચતા રહો

સ્વાસ્થ્ય સંબંધિત તમામ સમાચાર ગુજરાતી જાગરણ પર વાંચતા રહો.

રાત્રે જમ્યા પછી આઈસ્ક્રીમ ખાવાની ટેવ હોય તો સાવધાન,શરીરમાં થશે આ નુકસાન