ફોનને સેનેટાઈઝરથી સાફ કરતા પહેલાં જાણી લો જરૂરી વાત


By Jignesh Trivedi18, Dec 2022 07:16 PMgujaratijagran.com

કોરોનાવાયરસ&કોરોનાવાયરસ પછીથી આપણે પોતાની જાતને સુરક્ષિત રાખવાની સાથે સાથે આપણી વસ્તુઓને પણ સાફ રાખવાનું શરૂ કરી દીધું છે.

સેનેટાઈઝરઆપણે આપણી ખાનગી વસ્તુ જેવા કે મોબાઈલ ફોન, ઘડિયાળ અને અન્ય ઈલેક્ટ્રોનિક ગેજેટ્સને પણ સેનેટાઈઝરથી સાફ કરીએ છીએ, જે ખતરનાક બની શકે છે.

સ્માર્ટફોનસ્માર્ટફોન સ્ક્રીન નાજુક મટીરિયલથી બનેલું હોય છે, તેથી સેનેટાઈઝર (70% આલ્કોહોલની સાથે) લગાડવાથી સ્ક્રીનની ઓલેઓફોબિક અને હાઈડ્રોફોબિક કોટિંગ સહેલાયથી નીકળી શકે છે.&

ઈયરફોન જેકસ્માર્ટફોનમાં પોર્ટ તરીકે અલગ અલગ ઓપનિંગ હોય છે અને તેથી તમારે આ ઓપનિંગ જેમકે ઈયરફોન જેક, ચાર્જિંગ પોર્ટ, સ્પીકર, ઈયરપીસ ગ્રિલથી સાવધાની રાખવાની જરૂરિયાત છે.&

લિક્વિડલિક્વિડ આ પોર્ટસના ફક્શનાલિટીને નુકસાન પહોંચાડી શકે છે, તેથી તેને સાવધાનીથી સાફ કરો.

સેનેટાઈઝરનો ઉપયોગઅનેક એવા કેસ જોવા મળ્યા છે જેમાં સેનેટાઈઝરના ઉપયોગથી ફોનની સ્ક્રીન કામ કરવાનું બંધ કરી દે છે, આ ઉપરાંત ફોનના ચાર્જિંગ જેક અને ઈયરફોન જેકમાં સમસ્યા આવે છે.

વોશિંગ મશીનને આ રીતે કરો સાફ