દર વર્ષે, 14 જૂનને 'વિશ્વ રક્તદાન દિવસ' તરીકે ઉજવવામાં આવે છે. રક્તદાન કરવા પહેલા કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ તે વિશે આપણે આ સ્ટોરીમાં જોઈશું
જો તમે મેલેરિયા-એન્ડેમિક વિસ્તારોની મુલાકાત લીધી હોય અને પ્રવાસ કર્યો હોય તો તમારે રક્તદાન પહેલા બ્લડ ટેસ્ટ કરાવી લેવો જોઈએ આનાથી રોગ ફેલાવવાનું જોખમ ઘટે છે
તમે રક્તદાન કરવા માટે લાયક છો તે જાણવા HIV, હેપેટાઇટિસ B અને C, સિફિલિસ અને અન્ય ટેસ્ટ કરાવી લેવા જોઈએ
જો કોઈ વ્યક્તિ હાલમાં સર્જરી કરાવી હોય અથવા કોઈ ગંભીર મેડીકલ કન્ડીશનમા હોય તો તેમને રક્તદાન ન કરાવું જોઈએ
મહિલાઓ જે સગર્ભા હોય અથવા સ્તનપાન કરાવતી હોય તેમને પણ રકતદાન ન કરવું જોઈએ તેનાથી સ્વાસ્થ્ય પર અસર પડી શકે છે
મહિલાઓ જે સગર્ભા હોય અથવા સ્તનપાન કરાવતી હોય તેમને પણ રકતદાન ન કરવું જોઈએ તેનાથી સ્વાસ્થ્ય પર અસર પડી શકે છે
રક્તદાન કરીને તમે બીજાનું જીવન બચાવી શકો છો. આ માહિતી વર્લ્ડ હેલ્થ ઓર્ગનાઈઝેશ સંસ્થા (WHO) માંથી લેવામાં આવી છે