મગ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે.તેથી જ તેને સુપરફૂડ કહેવામાં આવે છે.રોજ ફણગાવેલ મગનું સેવન કરવાથી ઘણી બીમારીઓથી બચી શકાય છે.
મગમાં પોટેશિયમ,મેગ્નેશિયમ,આયર્ન,વિટામિન બી,ફોસ્ફરસ અને ફાઈબર જેવા પોષક તત્વો મળી આવે છે.
દરરોજ એક મુઠ્ઠી ફણગાવેલ મગનું સેવન કરવાથી ઘણી શારીરિક સમસ્યાઓથી રાહત મળે છે અને રોગપ્રતિકારક શક્તિ મજબૂત થાય છે.
રોજ મુઠ્ઠીભર મગનું સેવન કરવાથી વ્યક્તિ આખો દિવસ ઉર્જાવાન રહે છે અને થાક્યા વિના કામ કરે છે.
મગમાં પર્યાપ્ત માત્રામાં ફાઈબર મળી આવે છે તેથી તેનું સેવન કરવાથી કબજિયાત વગેરે જેવી સમસ્યાઓથી રાહત આપે છે.
ફણગાવેલ મગમાં ઓછી કેલરી હોય છે જે વજન ઘટાડવામાં મદદ કરે છે.
રોજ મુઠ્ઠીભર ફણગાવેલ મગનું સેવન કરવાથી શરીરની રોગપ્રતિકારક શક્તિ વધે છે અને ચેપી રોગો સામે રક્ષણ મળે છે.
ફણગાવેલ મગમાં વિટામિન એ જોવા મળે છે,તેથી તેના સેવનથી આંખોની રોશની વધે છે.
જીવનશૈલી અને સ્વાસ્થ્ય સંબંધિત તમામ સમાચારો માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.