ઉંમર વધવાની સાથે શરીરમાં ઘણા ફેરફારો આવે છે, ખાસ કરીને મહિલાઓમાં. મહિલાઓ આખા ઘરનું ધ્યાન રાખે છે પરંતુ પોતાનું ધ્યાન નથી રાખતી. મહિલાઓ કામના ચક્કરમાં ઘણીવાર પોતાની તબિયતને અવગણે છે. આથી, તેઓ ઘણી બીમારીઓનો શિકાર બની જાય છે.
આવી સ્થિતિમાં મહિલાઓએ 30 વર્ષની ઉંમર પછી કેટલાક મેડિકલ ટેસ્ટ અવશ્ય કરાવવા જોઈએ. ચાલો જાણીએ કે કયા ટેસ્ટ કરાવવા જરૂરી છે.
ડાયાબિટીસનું જોખમ 30 વર્ષ પછી વધે છે. સમયસર બ્લડ સુગર લેવલ જાણવું જરૂરી છે.
ગર્ભાશયના મુખની શરૂઆતી તપાસ માટે આ ખૂબ જ જરૂરી છે. મહિલાઓએ દર 3 વર્ષે એકવાર આ ટેસ્ટ કરાવવો જોઈએ.
30 વર્ષ પછી મહિલાઓમાં હાડકાંની નબળાઈ શરૂ થઈ શકે છે. આથી ઓસ્ટિયોપોરોસિસથી બચવા માટે આ જરૂરી છે.
વજન વધવું, થાક લાગવો અથવા મૂડ સ્વિંગ આ બધાનું કારણ થાયરોઈડ હોઈ શકે છે. તેથી તેની નિયમિત તપાસ જરૂરી છે.
હૃદય રોગોથી બચવા માટે કોલેસ્ટ્રોલનું સ્તર સમય-સમય પર તપાસવું જરૂરી છે.