Diseases In Men: મહિલાઓ કરતાં પુરુષોને વધારે થાય છે આ 5 ગંભીર બીમારીઓ


By Sanket M Parekh31, Jul 2025 03:44 PMgujaratijagran.com

એક્સપર્ટ અભિપ્રાય

દુનિયાભરમાં અનેક એવી ગંભીર બીમારીઓ છે, જે મહિલાઓની સરખામણીમાં પુરુષોને વધારે થાય છે. જેનું મુખ્ય કારણ આમ તો પુરુષોનું પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકાર હોવું જ છે. આ સંદર્ભે મેક્સ હોસ્પિટલના ફિઝિશિયન ડૉ. મનિષા રંજન પાસેથી જાણીએ, એવી કંઈ પાંચ બીમારીઓ છે, તે પુરુષોને સૌથી વધુ અસર કરે છે.

હાઈ બ્લડ પ્રેશર

60 વર્ષની ઉંમર પછી પુરુષોમાં હાઈ બ્લડ પ્રેશરનું જોખમ વધારે હોય છે. આના કારણોમાં તણાવ, જંક ફૂડ અને ફિજિકલ એક્ટિવિટીની કમી શામેલ છે. આથી બચવા માટે સમયસર હેલ્થ ચેકઅપ અને સ્વસ્થ આદતો અપનાવવી જરૂરી છે.

પ્રોસ્ટેટ કેન્સર

આ કેન્સર ફક્ત પુરુષોમાં જ જોવા મળે છે. 45 વર્ષ પછી તેનું જોખમ વધી જાય છે. વારંવાર પેશાબ આવવો અથવા પેશાબ અટકી જવો તેના લક્ષણો હોઈ શકે છે. સમયસર તપાસ અને જીવનશૈલીમાં ફેરફાર જરૂરી છે.

હાર્ટ અટેક

પુરુષોને મહિલાઓની સરખામણીમાં હાર્ટ અટેકનું જોખમ વધુ હોય છે. તણાવ, ધૂમ્રપાન, ઓબેસિટી અને હાઈ સુગર તેના મુખ્ય કારણો છે. સ્ટ્રેસ મેનેજમેન્ટ અને નિયમિત તપાસ દ્વારા હાર્ટ એટેકનું જોખમ ટાળી શકાય છે.

લંગ્સ કેન્સર

પુરુષોમાં લંગ્સ અર્થાત ફેફસાનું કેન્સરના કેસ વધારે જોવા મળે છે, કારણ કે તેઓ સ્મોકિંગ અને તમાકુનું સેવન વધુ કરે છે. આનાથી બચવા માટે આ આદતોથી દૂર રહેવું જોઈએ.

મોંઢાનું કેન્સર

મોંઢાનું કેન્સર પુરુષોમાં મહિલાઓની તુલનામાં ખૂબ જ વધારે જોવા મળે છે. ગુટખા, પાન અને તમાકુનું સેવન આનું કારણ છે. આ નશીલા પદાર્થોને તરત જ છોડી દેવા તે આનાથી બચવા માટે જરૂરી છે.

કેવી રીતે બચવું

પુરુષો તેમની તબિયતની અવગણના ન કરવી જોઈએ. કેટલીક નાની સાવચેતીઓ જીવલેણ બીમારીઓથી બચાવી શકે છે. તેના માટે નીચેના ઉપાયો અપનાવી શકાય છે: • નિયમિત કસરત કરો. • સ્વસ્થ આહાર લો. • તણાવથી દૂર રહો. • ધૂમ્રપાન અને આલ્કોહોલથી બચો. • સમય-સમય પર હેલ્થ ચેકઅપ કરાવો. • માનસિક સ્વાસ્થ્ય પર પણ ધ્યાન આપો.

જુવારનો લોટ ખાવાના છે આ ફાયદા