જુવારનું ગ્લાઈસેમિક ઈન્ડેક્સ ઓછું હોય છે. તેનાથી શરીરમાં સુગર ધીમે ધીમે રિલીઝ થાય છે. ડાયાબિટીસ અને પ્રી-ડાયાબિટીસ દર્દીઓ માટે તે ખૂબ જ લાભદાયક હોય છે
જુવારમાં રહેલા મેગ્નેશિયમ શરીરમાં કેલ્શિયમને વધારે સારી રીતે અવશોષિત કરે છે. તેનાથી હાંડકા મજબૂત થાય છે અને વિકાસમાં મદદ મળે છે
જુવારમાં આયરન અને કોપર જેવા મિનરલ્સ હોય છે, જે શરીરમાં રેડ બ્લડ સેલ્સનું નિર્માણ કરવામાં મદદ કરે છે. તે લોહીના વહાવને સુધારે છે
જુવારની રોટલી બેડ કોલેસ્ટ્રોલને ઓછું કરવામાં મદદ કરે છે. તેનાથી હાર્ટ સંબંધિત બિમારીઓનું જોખમ ઘટાડે છે
જુવાર ફાઈબરથી ભરપૂર હોય છે, જે પેટને લાંબા સમય સુધી ભરેલુ રાખે છે. તેનાથી વારંવાર ભૂખ લાગતી નથી અને વજન નિયંત્રિત કરે છે
જો તમે એસિડિટી, કબજિયાત અથવા અપચાથીથી પરેશાન છે તો જુવારનું સેવન ખૂબ જ લાભદાયક છે. તે પાચન ક્રિયાને મજબૂત કરે છે