વિમાન ઈંધણ (ATF)ની કિંમતોમાં પાંચ ટકાની વૃદ્ધિ થઈ છે. જ્યારે વાણિજ્ય ઉપયોગવાળા 19 કિલોના રસોઈ ગેસ સિલેન્ડરની કિંમત રૂપિયા 209 વધારવામાં આવી છે.
આંતરરાષ્ટ્રીય સ્તર પર કિંમતોમાં તેજી વચ્ચે પેટ્રોલિયમ કંપનીઓએ આ પગલું ભર્યું છે. જેથી ઘરેલુ ઉપયોગવાળા રસોઈ ગેસ સિલેન્ડરની કિંમત 903 પર યથાવત રાખવામાં આવ્યા છે.
જાહેર ક્ષેત્રની પેટ્રોલિયમ કંપનીઓ દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે એવિએશન ટર્બાઈન ફ્યુઅલ (ATF)ની કિંમત રૂપિયા 2,7779.84 પ્રતિ કિલો એટલે કે 5.1 ટકા વધારી રૂપિયા 1,12,419.33થી વધારી રૂપિયા 1,18,199.17 કરવામાં આવી છે.
આ અગાઉ એક સપ્ટેમ્બરના રોજ વિમાનના ઈંધણની કિંમતોમાં 14.1 ટકા વધી છે. આ અગાઉ 1લી ઓગસ્ટથી વિમાન ઈંધણની કિંમત 8.5 ટકા અથવા રૂપિયા 7,728.38 પ્રતિ કિલોલીટર વધારવામાં આવ્યા હતા.