આ 4 ફૂડનું સેવન ઉનાળામાં H3N2 વાયરસથી બચાવશે


By 2023-03-17, 12:42 ISTgujaratijagran.com

સંક્રમણ અટકાવશે

H3N2 વાયરસના સંક્રમણનો ડર પણ લોકોમાં વધી રહ્યો છે. ઉનાળામાં કેવા પ્રકારના 4 ફૂડ ખાવા જોઈએ જે તમારી રોગપ્રતિકારક શક્તિ વધારશે .

તરબૂચ

તે વિટામિન સીનો અને તે હાઇડ્રેશનનો ઉત્તમ સ્ત્રોત છે. તરબૂચમાં એન્ટીઑકિસડન્ટો પણ હોય છે જે શરીરને હાનિકારક મુક્ત રેડિકલથી બચાવે છે અને આરોગ્યને સારું રાખે છે.

કેરી

તેમાં વિટામિન A ભરપૂર માત્રામાં હોય છે, જે સ્વસ્થ ત્વચા અને આંખોને સ્વસ્થ રાખવા માટે જરૂરી છે. કેરી વિટામિન સી અને એન્ટીઑકિસડન્ટનો પણ સારો સ્ત્રોત છે, જે રોગપ્રતિકારક શક્તિને વધારવામાં મદદ કરે છે અને

ટામેટાં

તે વિટામિન સીમાં સમૃદ્ધ છે, જે શ્વેત રક્ત કોશિકાઓ (વ્હાઈટ બ્લડ સેલ)ને મોટી માત્રામાં બનાવે છે, જે ઈન્ફેક્શન સામે રક્ષણ આપે છે. ટામેટાંમાં લાઇકોપીન પણ હોય છે, આ એક એન્ટીઑકિસડન્ટ છે.

નાળિયેર પાણી

તે ઇલેક્ટ્રોલાઇટ્સનો કુદરતી સ્ત્રોત છે, જે શરીરમાં પ્રવાહી સંતુલનને નિયંત્રિત કરવામાં મદદ કરે છે, જે ઉનાળાના મહિનાઓમાં હાઇડ્રેશન માટે ઉત્તમ છે. નારિયેળના પાણીમાં એન્ટીઓક્સીડેન્ટ્સ પણ ભરપૂર હોય છે.

આવીજ રસપ્રદ માહિતી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

ખુલ્લા પગે ઘાસ પર ચાલવાની ટેવ પાડો, સ્વાસ્થ્યમાં થશે ફાયદા