જો તમારા વાળ ખૂબ જ ખરી રહ્યા છે તો આ ખાસ વાતની કાળજી રાખો


By 22, Feb 2023 10:58 PMgujaratijagran.com

લાંબા સમય સુધી વાળ ગંદા રાખશો નહીં

વાળને ઘણા લાંબા સમય સુધી ગંદા ન રાખો. તેને લીધે વાળમાં પરસેવો આવે છે અને ગંદકી જમા થવા લાગે છે,જેથી વાળ મૂળમાં નબળા પડવા લાગે છે અને ખરવા લાગે છે

શેમ્પૂથી હેડ વૉશ કરો

સપ્તાહમાં બેથી ત્રણ વખત હેડ વૉશ કરવું જોઈએ

મસાજ કરો

વાળ ધોતા પહેલા સારી રીતે તેલ લગાવો. મસાજ કરવાથી વાળ તંદુરસ્ત રહે છે

માલિશ કરો

વાળને નારિયેળ તેલ, બદામના તેલ, એરંડીયાના તેલ, આંબળાના તેલ પૈકી કોઈ એકથી માલિશ કરો

ગુંચ પડવા દેશો નહીં

વાળમાં ગુંચ પડવા દેશો નહીં. રાત્રીના સમયે વાળને સમાન્ય સ્થિતિમાં બાંધીને સુવો

ડ્રાય વારનો ઈલાજ

જો વાળ ખૂબ જ ડ્રાય થઈ રહ્યા હોય તો એલોવેરાનું હેર માસ્ક લગાવો

આ વિટામીનનો આગ્રાહ રાખો

વાળને તંદુરસ્ત રાખવા માટે વિટામીન C, વિટામીન E અને પ્રોટીનથી ભરપૂર ખાદ્ય પદાર્થોનું સેવન કરો

ડુંગળીનો રસ

જો તમારા વાળ વધારે ખરી રહ્યા છે તો ડુંગળીનો રસ લગાવી શકાય છે

આ રીતે પણ તંદુરસ્ત રાખી શકાય

વાળને તંદુરસ્ત રાખવા માટે મેથીવાળુ તેલ અથવા મેથીમાંથી તૈયાર હેર પેક લગાવી શકાય છે

Health Tips: શેરડીના રસ પીવના આ છે ફાયદા