પાચનની સમસ્યા છે તો ચોક્કસ ખાઓ વરિયાળી, જાણો તેના ફાયદા


By Hariom Sharma25, Sep 2023 07:55 PMgujaratijagran.com

વરિયાળીના આયુર્વેદિક ગુણ

વરિયાળીમાં ઘણા આયુર્વેદિક ગુણો હોય છે. તેમાં વિટામિન C, E, K, જિંક, પોટેશિયમ, મેગ્નેશિયમ, સેલેનિયમ, આયર્ન, ફાઇબર જેવા પોષકતત્ત્વો હોય છે.

પચવામાં સહાયરૂપ

વરિયાળી વજન ઓછું કરવાની સાથે પાચનશક્તિને મજબૂત કરે છે સાથે સાથે ત્વચાની સુંદરતા વધારમાં પણ વરિયાળી લાભદાયક છે.

ટેસ્ટ સાથે બેસ્ટ સાકર- વરિયાળી

માઉથ ફ્રેશનર તરીકે તો વરિયાળીનો લોકો ખૂબ જ ઉપયોગ કરે છે. ટેસ્ટ વધારવા માટે તેમાં સાકર મિક્સ કરવામાં આવે છે.

દૂધ સાથે વરિયાળી

જો દૂધ તમારા ગળાથી નીચે ના ઉતરતું હોય તો, તેમાં વરિયાળી મિક્સ કરીને પી શકો છો. દૂધમાં વરિયાળી ભેળવીને ગરમ કરીલો ત્યારબાદ તેને ગાળીને ગરમાગરમ પીવો.

દૂર થશે આયર્નની ઉણપ

વરિયાળી અને સાકરનું સેવન કરવાથી આયર્નની ઉણપ દૂર થાય છે. આનાથી હિમોગ્લોબિન વધે છે અને શરીરમાં લોહીના ભ્રમણમાં સુધારો થાય છે.

સવારની આ 5 આદતોથી 5 અઠવાડિયામાં ઘટશે 5 કિલો વજન