સવારની આ 5 આદતોથી 5 અઠવાડિયામાં ઘટશે 5 કિલો વજન


By Hariom Sharma25, Sep 2023 07:24 PMgujaratijagran.com

જો તમે પણ વધતા વજનની સમસ્યાથી પરેશાન છો થો,આ 5 આદતોને તમારી મોર્નિંગ હેબિટમાં જરૂર સામેલ કરો. આવો જાણીએ આ 5 આદતો વિશે, જે 5 અઠવાડિયામાં તમારું 5 કિલો વજન ઘટાડશે.

સવારનો તડકો

સવારે થોડી વાર માટે તડકામાં જવાથી વિટામિન ડી મળવાની સાથે વજન પણ ઘટી શકે છે. સવારે થોડો સમય તડકમાં જવાથી વજન પર અસર જોવા મળી શકે છે.

રોજ સવારે મેડિટેશન

મેડિટેશનમાં તમારે ધ્યાન કેન્દ્રિત કરવાનું રહે છે. તમારા વિચારો અને તમારી ભાવનાઓને તમે જાતે સમજી શકો છો. આનાથી વજન ઘટવામાં અને સ્વસ્થ આહાર ખાવાની આદતોમાં વધારો થાય છે.

સવારે ચાલો

સવારે ચાલવાથી વજન ઘટાડવામાં મદદ મળે છે. સવારે ચાલવાથી તમારી ઘણી બીમારીઓ પણ દૂર થાય, સાથે જ વજન પણ ઘટે છે.

હાઇ- પ્રોટીન બ્રેકફાસ્ટ

તમારે નાસ્તામાં જે પણ કંઇ ખાવ છો તેનાથી તમને આખો દિવસ કામ કરવાની એનર્જી મળે છે. રોજ સવારે હાઇ પ્રોટીન નાસ્તો કરવાથી ભૂખ ઘટાડવા અને વજન ઘટાડવામાં મદદ મળે છે.

નવશેકુ પાણી પીવો

તમારી સવારી શરૂઆત એક અથવા બે ગ્લાસ નવશેકા પાણીથી કરવાથી વજન ઘટાડવામાં મદદ મળે છે. પાણી તમારી ઊર્જાનો વધારો કરે છે.

રાત્રે જમ્યા પછી 30 મિનિટ ચાલવાથી આ આશ્ચર્યજનક ફાયદા થાય છે, જાણી લો જલ્દી