રાત્રે જમ્યા પછી 30 મિનિટ ચાલવાથી આ આશ્ચર્યજનક ફાયદા થાય છે, જાણી લો જલ્દી


By Vanraj Dabhi25, Sep 2023 05:00 PMgujaratijagran.com

જાણો

ઘણા લોકો રાત્રે જમ્યા બાદ તરત જ સૂઈ જાય છે, જેના કારણે સ્વાસ્થ્ય સંબંધિત ઘણી સમસ્યાઓ થઈ શકે છે. ચાલો જાણીએ રાત્રે જમ્યા પછી 30 મિનિટ ચાલવાથી શું ફાયદા થાય છે.

પાચનમાં સુધારો થાય

રાત્રે ભોજન કર્યા પછી 15 થી 30 મિનિટ ચાલવાથી પાચનમાં સુધારો થાય છે, મેટાબોલિઝમ તેજ થાય છે અને ખોરાક સારી રીતે પચી જાય છે.

વજન ઘટાડે

જમ્યા પછી રાત્રે લગભગ 30 મિનિટ ચાલવાથી પણ વજન ઘટે છે. વાસ્તવમાં જમ્યા પછી ચાલવાથી મેટાબોલિઝમની ગતિ તેજ થાય છે, જેનાથી વજન ઓછું થાય છે.

તણાવ ઓછો કરે

રાત્રે ભોજન પછી લગભગ 30 મિનિટ ચાલવાથી સ્ટ્રેસ હોર્મોન કોર્ટિસોલ ઘટે છે, જે મનને શાંત કરે છે અને તણાવ ઓછો કરે છે.

સારી ઊંઘ

રાત્રે ભોજન પછી ચાલવાથી સારી ઊંઘ આવે છે અને અનિદ્રાની સમસ્યા પણ દૂર થાય છે.

બ્લડ પ્રેશર કંટ્રોલ કરે

રાત્રે જમ્યા પછી ચાલવું ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. તેનાથી હૃદય સંબંધિત સમસ્યાઓ ઓછી થાય છે અને સ્ટ્રોકનું જોખમ પણ ઓછું થાય છે.

ગેસની સમસ્યા દૂર થાય છે

રાત્રે ભોજન પછી ચાલવાથી ગેસ અને પેટ ફૂલવાની સમસ્યા નથી થતી, જેનાથી પેટ પણ સાફ રહે છે.

વર્કઆઉટ

ચાલવા સિવાય તમારી દિનચર્યામાં દરરોજ 30 મિનિટની વર્કઆઉટનો સમાવેશ કરો. તેનાથી મન અને શરીર બંને સ્વસ્થ રહેશે.

વાંચતા રહો

તમે પણ જમ્યા પછી ફરવા જાવ, સ્ટોરી ગમે તો શેર કરજો અને આવી અન્ય માહિતી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

આ 8 ફળોનું સેવન કરવાથી શરીરમાં લોહીની ઉણપ દૂર થાય છે