શરીરમાં હિમોગ્લોબીન એટલે કે લોહીની ઉણપને કારણે અનેક પ્રકારની સમસ્યાઓ થવા લાગે છે. લોહીની ઉણપને કારણે નબળાઈ અને અન્ય ઘણી બીમારીઓનો ખતરો વધી જાય છે. આવી સ્થિતિમાં લોહીની ઉણપ પૂરી કરવા ખાવ આ ફળો.
સંતરા વિટામિન Cનો ઉત્તમ સ્ત્રોત છે. આયર્ન શરીરમાં શોષાય તે માટે વિટામિન Cની જરૂર પડે છે. આવી સ્થિતિમાં એનિમિયા દૂર કરવા માટે સંતરા ફાયદાકારક છે.
બ્લડ કાઉન્ટ વધારવા માટે દાડમ ખૂબ જ સારું ફળ છે. તેમાં વિટામિન A, C અને E મળી આવે છે, જે એનિમિયાને દૂર કરે છે.
કેળા આયર્નનો સારો સ્ત્રોત છે. તેના સેવનથી તમારા શરીરમાં લોહીની ઉણપ દૂર થાય છે. આ સાથે, લાલ રક્ત કોશિકાઓ વધુ સારી રીતે કામ કરે છે અને ફોલિક એસિડ ઉત્પન્ન કરે છે.
રોજનું એક સફરજન ડૉક્ટરને દૂર રાખે છે...આ કહેવત તો તમે સાંભળી જ હશે. તેનું સેવન કરવાથી ખરેખર ઘણી સમસ્યાઓ દૂર થાય છે. હિમોગ્લોબિન રેટ વધારવા માટે સફરજન શ્રેષ્ઠ ફળ છે.
તમે તમારા આહારમાં આયર્ન અને વિટામિન સીથી ભરપૂર તરબૂચનો સમાવેશ કરીને એનિમિયાને દૂર કરી શકો છો.
બીટ એનિમિયાને દૂર કરવામાં પણ ફાયદાકારક સાબિત થાય છે. તેનો રસ પીવાથી તમે હિમોગ્લોબિનનું સ્તર સુધારી શકો છો.
દ્રાક્ષમાં વિટામિન, પોટેશિયમ, કેલ્શિયમ, આયર્ન જેવા તત્વો મળી આવે છે જે શરીરને જરૂરી તત્વો પૂરા પાડે છે. આ ઉપરાંત તે એનિમિયાને પણ દૂર કરે છે.
આ ફળોનું સેવન કરીને તમે એનિમિયાને પણ દૂર કરી શકો છો, આવી અન્ય માહિતી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.