પેટ સાફ નથી આવતું, તો અજમાવો આ 7 પ્રયોગ
By Jignesh Trivedi
08, Jan 2023 09:55 PM
gujaratijagran.com
સવારે પેટ સાફ ન થાય તો આખો દિવસ આળસ અને બેચેની લાગે છે. આવો જાણીએ પેટ સાફ કરવાના ઘરેલુ ઉપચારો-
રોજ સવારે ઉઠીને સૌથી પહેલા 1-2 ગ્લાસ નવસેકું પાણી પીવો. તેનાથી પ્રેશર વધશે અને પેટ સાફ આવશે.નવસેકું પાણી પીવું
સવારે જાગીને સૌથી પહેલા ગરમ પાણીમાં મધ અને લીંબુનો રસ મેળવીને પી શકાય છે. રોજ આવું કરવાથી પેટ સાફ આવશે.લીંબુ પાણી
જો કબજિયાતની સમસ્યાને યોગ્ય કરવા માગો છો તો રોજ રાત્રે સૂતાં પહેલા 1 ચમચી ત્રિફળા ચૂર્ણને ગરમ પાણી સાથે ખાવ. ત્રિફળા ચૂર્ણ
અંજીરમાં રહેલા ફાઈબર કબજિયાતની સમસ્યા દૂર કરી શકે છે. તેથી દરરોજ રાત્રે 2 અંજીરને પાણીમાં પલાળીને રાખી દો અને સવારે ચાવીને ખાવ.અંજીરનો ઉપયોગ
જમ્યા બાદ વરિયાળી ખાવાની ટેવ રાખો. તેનાથી ખાવાનું પચાવવામાં આસાની રહેશે અને પેટ સાફ આવશે.વરિયાળી ખાવ
દૂધમાં દેસી ઘી મેળવીને પીવાથી કબજિયાતની સમસ્યાથી છૂટકારો મળશે. તેને રોજ રાત્રે સૂતાં પહેલા પી લો. દૂધ અને ઘી
બીલાના ફળ કે તેનું શરબત પી શકાય છે. પેટ માટે બીલાના ફળ ઘણાં જ લાભકારી છે. તેના સેવનથી કબજિયાત તેમજ ગેસની સમસ્યા દૂર થશે.બીલાના ફળ
આ ઘરગથ્થું ઉપચાર ઉપરાંત ઊંઘ પૂરી લો, ફાઈબરયુક્ત ભોજન કરો, તણાવ મુક્તો રહો અને થોડું વર્કઆઉટ જરૂરથી કરો. આ તમામ ઉપચારના ઉપયોગથી કબજિયાત દૂર થશે.&
આવી જ અન્ય વેબસ્ટોરી જોવા માટે
કાળી થઈ ગયેલી કડાઈને આ રીતે ચમકાવો
Explore More