By Jignesh Trivedi08, Jan 2023 07:53 PMgujaratijagran.com
ટમેટાના રસ અને પાણીને ગરમ કરીને કાળી પડેલી કડાઈને સાફ કરો. તેનાથી તેના પર પડી ગયેલા ડાઘ અને ચીકાશ સહેલાયથી દૂર થશે.&ટમેટાનો રસ
કડાઈને સાફ કરવા માટે તેમાં મીઠું અને પાણી નાખીને થોડી મિનિટ માટે ગરમ કરો. પછી તેને બ્રશ વડે સાફ કરો. કડાઈ પર જામી ગયેલા કાળા ડાઘ સાફ થઈ જશે.&મીઠું
7-8 ચમચી બેકિંગ પાવડર અને મીઠું પાણીમાં મિક્સ કરીને તેને ગરમ કરો. જે બાદ તેને કડાઈમાં નાખો અને ઘસો. તેનાથી કડાઈ પરના ડાઘ સહેલાયથી દૂર થઈ જશે.&બેકિંગ પાવડર&
ગરમ પાણીમાં થોડો વિનેગર અને લીંબુ મિક્સ કરો. જે બાદ તેને કડાઈમાં નાખીને રાખી મુકો. પછી સાફ કરવાથી જિદ્દી ડાઈ દૂર થશે. સફેદ વિનેગર
કાળી પડી ગયેલી કડાઈમાં ગરમ પાણી નાખો, તે પછી તેમાં લીંબુ અને મીઠું નાખી દો. આ મિક્સચરને થોડીવાર કડાઈમાં રાખી મૂકો. જે બાદ સાફ કરવાથી ગંદગી હટી જશે.&લીંબુ
કડાઈમાં પાણીની સાથે 2 ચમચી ડિટર્જન્ટ પાવડર અને મીઠું, લીંબુ મિક્સ કરીને ગરમ કરો. થોડીવાર પછ તેને સાફ કરવાથી કડાઈ ચમકવા લાગશે.ડિર્ટેજન્ટ પાવડર
કાસ્ટિક સોડાને પાણીમાં ગરમ કરો. જે બાદ કડાઈમાં થોડીવાર રાખી મૂકો. બાદમાં ટૂથબ્રશથી સાફ કરવાથી કડાઈ પરની કાળાશ દૂર થશે. કાસ્ટિક સોડા