By Rakesh Shukla08, Jan 2023 07:03 PMgujaratijagran.com
દેશભરમાંથી પ્રવાસીઓ વેકેશન મનાવવા માટે ગોવા આવે છે. અનેક પ્રવાસીઓ મિત્રો સાથે એન્જોય કરવા આવે છે અને અનેકવાર મુશ્કેલીમાં મુકાઈ જાય છે. ગોવા જતાં પહેલા અમુક નિયમો જાણવા જરૂરી છે, નહીંતર મુશ્કેલીમાં મુકાઈ શકો છો.&
ગોવામાં પ્લાસ્ટિક સંપૂર્ણપણે બેન છે. ત્યાં બીચ પર પ્લાસ્ટિક અથવા તેમાંથી બનેલી કોઇપણ વસ્તુઓ લઇ જવાની મનાઇ છે. આ માટે તમને દંડ પણ થઇ શકે છે.નો પ્લાસ્ટિક
ગોવાના બીચ પર તમે કુકિંગ નથી કરી શકતાં. જો આવો કોઇ શોખ હોય અથવા પ્લાન હોય તો પહેલાથીજ સતર્ક થઇ જાઓ.કુકિંગ બેન
ગોવામાં અનધિકૃત વાહન લઇ જવું નહીં. કારણ કે અનધિકૃત વાહનને લઇને સજા અને દંડ થઇ શકે છે. કેબમાં યાત્રા કરો અથવા જરૂરી ડોક્યુમેન્ટ સાથે રાખો.&અનધિકૃત વાહન
જો ગોવામાં કચરો કરતા પકડાશો તો જેલ પણ થઇ શકે છે. ગોવા જઇને કચરાપેટીનો ઉપયોગ કરવો.કચરો ન કરવો
ગોવા જઇને કોઇપણ અજાણી વ્યક્તિની તસવીર લેવાની મનાઇ છે. આ માટે જેલ પણ થઇ શકે છે.&અજાણ્યા લોકોની તસવીર ન લો
ગોવાના બીચ પર લોકો ટૂંકા વસ્ત્રો પહેરીને ફરતા હોય છે. જો તમે કોઇને ઘૂરતા જોવા મળો અને તેનાથી એ વ્યક્તિને કોઇ સમસ્યા હોય તો તમને જેલ પણ થઇ શકે છે.લોકોને ઘૂરવા નહીં
અનેક દેશોમાં લોકો બીચ પર ટોપલેસ થઇને ફરે છે. પરંતુ ભારતમાં તેની મંજૂરી નથી. આમ કરવાથી મુશ્કેલીમાં મુકાઇ શકો છો.ટોપલેસ ન ફરવું