B12એ એક વિટામિન છે જે શરીરમાં DNA માટે જરૂરી છે. આ ઉપરાંત તે આપણી નર્વસ સિસ્ટમને પણ સ્વસ્થ રાખે છે અને શરીરમાં લાલ રક્તકણો બનાવે છે.
શરીરમાં B12ની ઉણપ પાચન સમસ્યાઓ, વાળ ખરવા, મૂંઝવણ, ચાલવામાં અને બોલવામાં મુશ્કેલી, ત્વચામાં નિસ્તેજતા, ઝણઝણાટ વગેરે જેવા લક્ષણો જોવા મળે છે.
વિટામિન બી 12ના શાકાહારી સ્ત્રોતમાં મગની દાળમાં વિટામિન B12, પ્રોટીન અને અન્ય બી કોમ્પ્લેક્સ વિટામિનનો સ્ત્રોત પણ જોવા મળે છે.
વ્યક્તિએ શરીરમાં વિટામિન B12 વધારવા માટે હેલ્ધી ખોરાક લેવો જોઈએ, તમે મગ દાળની ઇડલી બનાવી શકો છો, તેમાં ફોર્ટિફાઇડ ચોખા ઉમેરી શકો છો.
તમે મગની દાળમાં ફોર્ટિફાઇડ ચોખા નાખીને શરીરમાં B12ની ઉણપ દૂર કરી શકો છો.
જો શરીરમાં વિટામિન B12 ઓછું થઈ જાય તો એનિમિયા, મગજ પર ખરાબ અસર કરવા ઉપરાંત સ્વાસ્થ્ય લક્ષી ઘણી સમસ્યાઓ વધી શકે છે.
શરીરમાં વિટામિન B12ની ઉણપ દૂર કરવા માટે ઈંડા, માછલી, ચિકન જેવી વસ્તુઓ ખાવી જોઈએ.
શાકાહારી લોકોએ મશરૂમ, દૂધ, ચીઝ, દહીં, મગની દાળ, શતાવરી, બ્રોકોલી જેવી વસ્તુઓ ખાવી જોઈએ.
સ્વાસ્થ્ય અને જીવનશૈલી સંબંધીત તમામ અપડેટ માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.