મોઢાની દુર્ગંધથી પરેશાન છો તો અપનાવો આ સરળ ઘરેલું ઉપાય


By Hariom Sharma20, Jul 2023 10:00 AMgujaratijagran.com

શ્વાસમાં દુર્ગંધની સમસ્યા

મોંની દુર્ગંધ અથવા શ્વાસની દુર્ગંધ એક સામાન્ય પ્રોબ્લેમ છે. જેનાથી ઘણાં બધાં લોકો પીડાતા હોય છે. આનાથી શરમજનક સ્થિતિ ઊભી થાય છે.

પેટની સમસ્યા

ઘણી વખત આ સમસ્યા પેટની અંદરની કોઇ ગંભીર બીમારીનું કારણ પણ હોઇ શકે છે, જેને અવગણી શકાય નહીં.

આ કામ દરરોજ જરૂર કરો

રોજ બ્રશ કરવું, ખાધા પછી કોગળા કરવા, ભૂખ્યા ના રહેવું, પાણી વધુ પીવું, આમ કરવાથી દુર્ગંધ ઓછી કરી શકાય છે.

આ છે કારણ

સલ્ફર યુક્ત ભોજનનું વધુ સેવન કરવું, ધ્રૂમપાન અને દારૂ, પેઢાંની બીમારી, દાંતનો સડાના કારણે પણ મોઢામાંથી દુર્ગંધ આવે છે.

ઘરેલું ઉપાય

ફુદીના અથવા તુલસીના પત્તા ચાવવાથી, લીંબુના રસનો ઉપયોગથી મોઢાની દુર્ગંધ ઓછી થાય છે.

Health Tips: દૂધમાં પલાળેલી દ્રાક્ષ ખાવાના અનેક ફાયદા